Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

કચ્છના અછત ગ્રસ્ત વિસ્તારોમાં ૫૦ હજાર મુંગા પશુઓનુ નિભાવ કરતુ વર્ધમાન પરિવાર

 રાજકોટઃ તા.૮, વરસાદની   અછતથી પીડાતા કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા તા. ૧ ઓકટોબર થી અછતની પરીસ્થિતી જાહેર કરવામાં આવી છે, પણ મુંબઇના વર્ધમાન   પરિવારે  પરિસ્થિતિની ગંભીરતા પારખી  જઇને ઓગષ્ટ મહિનામાં જ માલધારીના પશુઓ માટે ઘાસચારાનું વિતરણ શરૂ કરી દીધું હતું  વર્ધમાન પરિવારે  કચ્છના નખત્રાણા,  અબડાસા, અને લખપત  તાલુકાના  ૧૩૩ ગામોના આશરે ૫૦ હજાર પશુઓનુ ભરણપોષણ  કરવાની જવાબદારી પોતાના માથે લઇ લીધી છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધી માં વર્ધમાન પરિવાર દ્વારા આશરે એક કરોડ રૂપિયાનું દાન ઉઘરાવીને તેમાંથી ભૂખમરાથી પીડાતાં પશુઓ માટે ઘાસચારો ખરીદીને તેનું માલધારીઓમાં વિતરણ પણ કરી દેવાયુ હતુ.

 વારંવાર દુષ્ક ાળના ડામ ઝીલતા કચ્છ જિલ્લામાં આ વર્ષે નહીંવત વરસાદ પડતા. ૧૮ લાખ પશુઓ ઘાસચારા અને પાણી વિના ટળીવળી રહયા છે. કચ્છના માલધારીઓની આજીવિકાનું સાધન ગણાતુ પશુધન મૃત્યુના મુખમાં ધકેલાઇ રહયું છે. માલધારીઓ  તેમને ત્યજી દેવા મજબૂર બન્યા છે. મૂંગા પશુઓ પોતાની વેદના વર્ણવી શકવા સમર્થ નથી ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કચ્છમાં અછતરાહતનાં કામો શરૂ કરી  દેવામાં  આવ્યા છે. વર્ધમાન પરિવાર દ્વારા તો કચ્છના ત્રણ તાલુકાઓનો  સર્વે કરીને ભુખમરાથી પીડાઇ  ૨હેલા પશુદીઠ રોજનુ અઢી કિલોગ્રામ ઘાસ આપવાનુ ચાલુ કર્યું હતુ. આ રીતે ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન લગભગ એક કરોડનાં કામો કરવામાં આવ્યા હતા.

 સામાન્ય રીતે પશુને  રોજનું ૧પથી ૨૦ કિલોગ્રામ ઘાસ જોઇએ, પણ પશુને  જીવતાં ૨ાખવા માટે  રોજ નું અઢી કિલોગ્રામ નિરણ કરવું પડે છે. કચ્છ માં ઘાસચારાની તંગી હોવાથી વર્ધમાન પરિવાર દ્વારા રાજસ્થાનથી ચણાની ફોતરી મગાવવામાં આવે છે, જે પશુઓ માટે પોષ્ટિક આહારની ગરજ સારે છે એક મેટ્રિક ટન ફોતરીનો ભાવ   ૭,૦૦૦ રૂપિયા છે. એક  ટ્રકમાં ૨૨ ટન ચણાની ફોતરી આવે  છે. એક ટ્રક ૧.૪૪ લાખ રૂપિયામાં પડે છે

 વર્ધમાન પરિવારે ૨૦૧૫ના દુકાળ દરમિયાન પણ આશરે ૧૪ કરોડ રૂપિયાનાં રાહત કાર્યો કર્યાં હતાં,જેમાં  ૫૦ ટકા રકમ  સરકાર દ્વારા  આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા તાલુકાઓમાં બે કિલોગ્રામના ભાવે ઘાસનું વિતરણ કરવાની જાહેરાત કરીને ટેન્ડર બહાર પાડી દેવાયા છે. વર્ધમાન પરિવાર સરકાર પાસેથી બે રૂપિયાના ભાવે ઘાસચારો ખરીદીને માલધારીઓને વિનામુલ્યે  આપવાની ભાવના ધરાવે છે. આ રીતે દસ મહિના સુધી રાહત  કાર્ય કરવા પાછળ આશરે દસ કરોડ રૂપિયાનો ખર્ચો થવાની ધારણા છે. જીવદયાનાં આ કાર્યમાં ઉદાર હાથે ફાળો આપવાની વર્ધમાન પરિવારે અપીલ કરી છે.

(3:28 pm IST)