Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ઉપલેટા તાલુકામાં ભાદર ૧-૨, મોજ અને વેણુ ડેમને સિંચાઈ ડેમનો હુકમ કરાવે: ધારાસભ્ય લલીતભાઈ વસોયાનો ધ્રુજારો

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા, તા. ૮ : . ઉપલેટા તાલુકામાં આ વર્ષ વરસાદનું પ્રમાણ ઓછુ થતા આજથી જ પાણી પ્રશ્ન ઉભો થયો છે ત્યારે ખેડૂતોના હામી થવા નિકળેલા અમુક નેતાઓને ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયાએ આડે હાથે લેતા કહ્યુ છે કે, આ નેતાઓ ભાજપ સરકારમાં પ્રધાન મંડળમાં બેઠા છે ત્યારે જો સાચા ખેડૂતોના હમદર્દ હોય તો ભાદર-૧, ભાદર-૨, વેણુ અને મોજ ડેમને ફકત સિંચાઈ માટેના ડેમના હુકમ કરાવે - બાકી રાજકીય જશ ખાટવા નિકળેલા આ નેતાને ગામડાઓ સહિત માહિતી આપતા જણાવેલ હતુ કે ૫૫૦ કરોડના ખર્ચે નર્મદાનું પાણી રાજકોટ ડેમમાં નાખવામાં આવેલ છે.

જેતપુર, ધોરાજી, ઉપલેટા માટે નર્મદાની પાઈપ લાઈનના રૂ. ૬૦૦ કરોડ મળીને રાજકોટ, ધોરાજી, ઉપલેટા, જેતપુર માટે ૧૧૫૦ કરોડ ખર્ચયા પછી પણ ભાદર-૧ ડેમમાં રહેલા ૩૨૦૦ એમ.સી.એફ.ટી. ફુટમાંથી ૨૨૯૦ એમ.સી.એફ.ટી.નો જથ્થો શું કામ અનામત રાખવાનો નિર્ણય કર્યો.

વલીતભાઈ વસોયાએ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને કહ્યું કે આ ડેમને સિંચાઈ માટેના હુકમો કરાવો અમે તમારી સાથે છીએ. જો કરાવી શકો તો નવરાત્રી પછી ખેડૂતોના હક્ક માટે હું લડત ઉપાડીશ જેમા મને સહકાર આપજો.(૨-૨)

 

(12:16 pm IST)