Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

લતીપુરના મહેન્દ્રકુમાર આણદાણીને ''ગુર્જર કલાભૂષણ'' એવોર્ડ એનાયત

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૪ :  લોકનૃત્ય તથા લોકકલા ક્ષેત્રની સાંસ્કૃતિ યાત્રાના ગૌરવવંતા ૭પ વર્ષની ગરિમાપૂર્ણ મઝલ પુરી કરનાર અને જેને સાંસ્કૃતિક ક્ષેત્રમાં ગુજરાત રાજય અને ભારત દેશનું નામ વિશ્વ કક્ષાએ રોશન કર્યું છે. એવી જામનગર જિલ્લાના લતીપુર ગામની કલા સંસ્થા ''શ્રી પટેલ રાસ મંડળી-લોકલકા ટ્રષ્ટ'' ના છેલ્લા ૩પ વર્ષથી રાહબર છે એવા ગુજરાતની માટીની મહેક સમા ધુળધોયા કલાના આરાધક મહેન્દ્રભાઇ કરસનભાઇ આણદાણી( મો.૯૮૨૫૨ ૬૦૩૧૨)ને ગુજરાત રાજયમાં છેલ્લા ૧ર વર્ષથી કલા અને કલાકારોના ઉત્થાનની ખુબજ સુંદર કામગીરી ખૂબ સારી રીતે બજાવી રહેલ લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થાન ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા 'ગુર્જર કલાભૂષણ' એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવતા ગુર્જરધરાની લોક સંસ્કૃતિનું સાચું સન્માન થયાની લાગણી કલા જગમાં ઉદ્ભવેલ છે.

ભાણવડની પુરૂષાર્થ સંસ્થાની પવિત્ર તપોભૂમિ ખાતે (ગાંધીજયંતી) ના ભવ્ય મસારંંભમાં ગુજરાતનાં ખ્યાતનામ ઇતિહાસકાર અને પુરાતત્વવિંદ એવા પૂજય નરોતમભાઇ પલાણના હસ્તે અને કલા પ્રતિષ્ઠાનના કર્તાહર્તા રમણીકભાઇ ઝાંપડીયાની ઉપસ્થિતીમાં એનાયત કરવામાં આવેલ આ બહુમાન વખતે ગુજરાતભરમાંથી તથા રાજસ્થાનથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત ચિત્રકારો તથા વિશાળ જનમેદનીએ આ લોક કલાકારને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. રમણીકભાઇ ઝાંપડીયાએ પોતાના ઉદ્દબોધનમાં લતીપુર ગામની વિશ્વ પ્રસિદ્ધ કલા સંસ્થા શ્રી પટેલ રાસ મંડળીના ચાર ચાર પેઢીના જાજરમાન ઇતિહાસ વિષે સવિસ્તર ચિતાર આપ્યો હતો અને છેલ્લા ૩૦ વર્ષથી જેને પોતાનું સમગ્ર જીવન પરંપરાગત લોકકલાને સમર્પિત કરી દીધું છે અને ભારતના નકશામાં ગોત્યુય જડે નહીં એવા લતીપુર ગામને અથાગ કલા સાધના અહર્નિશ પરિશ્રમ તથા લોકકલાના જતનની લગનથી પ્રદેશ રાષ્ટ્ર અને વિશ્વના લોકોની જીભે રમતું કરી દીધું છે એવા મહેન્દ્ર આણદાણીની પ્રસંસા કરી હતી શ્રી આણદાણી 'ગુજરાત રાજય યુથ બોર્ડ-ડાયરેકટર' તરીકે રાજયને પોતાની સેવા આપી ચુકયા છે, કે.કા.શાસ્ત્રીજીના હસ્તે 'ગુજરાત લોકકલાગૌરવ પુરષ્કાર-ર૦૦૩' કેન્દ્રિય મંત્રી દિનશા પટેલના હસ્તે 'યુવા પાટીદાર રત્ન' એવોર્ડ, વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા 'લોકકલા એવોર્ડ-ર૦૦૧' કલકતા ખાતે યોજાયેલ 'રાષ્ટ્રીય કક્ષાની રાસ સ્પર્ધામાં પાંચ પાંચ ગોલ્ડ મેળવી પ્રથમ આવેલ-ર૦૧પ' કાઉન્સીલ ઓફ આર્ટ એન્ડ કલ્ચર-સુરત દ્વારા 'ગુજરાત લોકકલા એવોર્ડ-ર૦૦૪' થી સન્માનીત થયેલ છ.ે

વિદેશોમાં દુબાઇ-૩ વખત, કતાર, ઓમાન-૩ વખત, સિરીયા ઇજિપ્ત, જર્મની, સ્પેન, નેધરલેંડ, હંગેરી-ર વખત, પોર્ટુગલ, ફ્રાંસ, અલ્જિરીયા, જીમ્બાબ્વે, અબુધાબી, શારજાહ, રશિયા, માલ્ટા, ઇંડોનેશીયા, કુજૈરાહ, માલ્ટા, ઇંન્ડોનેશીયા જેવા અનેક દેશોમાં ગુજરાતની વિશ્વ પ્રસિદ્ધ લોકકલા પ્રસ્તુત કરી ગુજરાત રાજય અને ભારત દેશનું નામ રોશન કર્યું છે.

સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'રામલીલા'ના ગીત 'નગાડા સંગ ઢોલ બાજે', ના હીરો રણવીસિંહ તથા ડાન્સ માસ્ટર ધર્મેશને આ ગીત માટે નૃત્યની નિર્દેશન કરેલ.

શ્રી મહેન્દ્ર આણદાણી એ ૭ મી સાઉથ એશિયન ગેમ્સ, ચેન્નાઇ ૧૯૯પ, કોમનવેલ્થ યુથ ગેમ્સ, પુના ર૦૦૮, કોમનવેલ્થ ગેમ્સ - દિલ્હી, સ્વર્ણીમ ગુજરાત મહોત્સવ ઉદઘાટન ર૦૧૦ તથા સમાપન-ર૦૧૧ માં સહ કોરિયોગ્રાફર તરીકે સેવા આપેલ છે, ગુજરાત સરકારશ્રીના કલા મહાકુંભ તથા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં જિલ્લા, પ્રદેશ તેમજ રાજય કક્ષાએ વર્ષોથી નિર્ણયક તરીકે સેવા આપી રહ્યા છે.

પરંપરાગત લોકનૃત્ય કલાને તેના મુળરૂપમાં સાચવી, તેની વિશ્વભરમાં પ્રસ્તુતિ કરી, લોકનૃત્ય કલા પ્રત્યે નવી પેઢીના યુવા વર્ગમાં અભિરૂચિ કેળવાય તે માટેની શિબીરો  - સેમિનારો યોજી અને તાલીમ આપેલ છે. ટી. વી. ચેનલો જી મીડીયા, સ્ટાર ટીવી, સ્ટાર સ્પોર્ટસ, ઇ-ટીવી, દુરદર્શન, આસ્થા ટીવી, બી.બી.સી. ન્યુઝ, અલ જજીરા, ચેનલો એ આ કલાકારની મંડળીના લોકનૃત્યોને પ્રસારીત કર્યા છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયા, ઇન્ડીયન એક્ષ્પ્રેસ, ધી હિતવાદા, ટાઇમ્સ ઓફ ઓમાન, ગલ્ફ ન્યુઝ, રાજસ્થાન પત્રીકા, ફુલછાબ, જન્મભૂમિ, ગુજરાત સમાચાર, સંદેશ, અકિલા, ભૂમિ, નોબત, જયહિન્દ, દૈનિક ભાસ્કર, ધી પેનીન્સ્યુલા, લા રીઝીયોન, સીરીયા ટાઇમ્સ્, ગલ્ફ ટાઇમ્સ્, ધી ઓબ્ઝર્વર, અલ થાવરા, અલ સબીબા, દિવ્ય દ્રષ્ટી, જનસતા, નવ ભારત ટાઇમ્સ, ટેરસ દ લેમોસ, લોક સમર્થન જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અખબારોએ આ કલાકારની કલાને મન ભરીને વખાણી છે.

કલાના માધ્યમથી ગુજરાતનાં યુવક-યુવતીઓમાં નેતૃત્વ, સાહસિકતા અને ભાઇચારાની ભાવના કેળવાય તથા તેઓ શારીરિક, બૌધ્ધિક, અને માનસીક રીતે મજબુત અને ચારિત્ર્યવાન બને તે માટેના સરકારશ્રીના પ્રયાસોરૂપ, 'યુવક નેતૃત્વ તાલીમ,' યોગાસન તાલીમ, પગપાળા સાહસિક પ્રવાસ, આપણી સરહદો ઓળખો, તથા લોકનૃત્ય તાલીમ શિબીર જેવી શિબીરો યોજી, યોજાવી અને તેમાં સહયોગ આપેલ છે.પર્યાવરણની જાળવણી માટે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને જાનલેવા જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોથી મુકત પ્રકૃતિપ્રિય સજીવ (ઓર્ગેનિક) ખેતી કરવા અને વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહીત કરતાં સેમિનારોના આયોજનો અને તે માટે સહાયતા કરેલ છે. લોકનૃત્યોના કાર્યક્રમો દ્વારા નિરામય સ્વાસ્થ્ય માટે 'ગ્રામ સફાઇ', તથા ભૂગર્ભ જળ ઊંચા લાવવા 'કુવા અને બોર રિચાર્જ અભિયાન' દ્વારા લોક જાગૃતિ અભિયાન ચલાવેલ જ.આમ ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા બહુમુખી પ્રતિભાશાળી આ કલાકારનું લબ્ધપ્રતિષ્ઠીત, અદકેરૃં સન્માન કરતાં આ વિસ્તારના કલા રસિકોએ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ શ્રી છગનભાઇ પટેલ, મહામંત્રીશ્રી રમણીકભાઇ ઝાપડીયા, ટ્રસ્ટીશ્રીઓ તેમજ તપોવન ભૂમિ પુરૂષાર્થ સંસ્થાને બિરદાવતા આભાર સહ આનંદની લાગણી વ્યકત કરેલ છે. (૬.૧૫)

(12:10 pm IST)