Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

બોટાદ જિલ્લામાં સુલેહશાંતિના હેતુસર પ્રતીબંધાત્મક જાહેરનામુ

બોટાદ, તા.૮:  બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા કોઈ વ્યકિત કે વ્યકિતના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડલીવાળી લાકડી, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ અને બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ - સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.વી.લીંબાસીયાએ એક જાહેરનામા દ્વારા તા. ૯-૧૦-૨૦૧૮ થી તા. ૮-૧૧-૨૦૧૮ સુધી બોટાદ જિલ્લામાં હથિયાર બંધી ફરમાવી છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ જાહેર જગ્યામાં સ્ફોટક પદાર્થો કે લોકોને શારીરિક નુકશાન કરે તેવા પદાર્થો સાથે લઈ જવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ સાથે લઈ જવા પર તથા એકઠા કરવા કે તૈયાર કરવા પર, સરઘસમાં સળગતા કાકડા અથવા સળગતી મશાલો લઈ જવા પર તેમજ વ્યકિત કે વ્યકિતના જૂથ દ્વારા કોઈ અન્ય વ્યકિત કે વ્યકિતના શબ અથવા  આકૃતિઓ કે પુતળા જાહેરમાં દેખાડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.(૨૩.૨)

(12:10 pm IST)