Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

માણાવદર તાલુકાના લોકસેવકોને બિરદાવવા ભાવ વંદના કાર્યક્રમ

માણાવદર તા.૮ :  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે માણાવદર બિરાદરી અને લોકસેવક ત્રંબકભાઇ વ્યાસ મેમોરીયલ ટ્રસ્ટ સારંગ પીપળીનાં સંયુકત ઉપક્રમે માણાવદર તાલુકાના લોકસેવકોને બિરદાવીને ભાવવંદના કરવાનુ આયોજન થયુ છે.

માણાવદર બિરાદરીના સંયોજક ભાઇ મયુર રાવલની યાદીમાં જણાવ્યા અનુસાર માણાવદર - બાંટવા તાલુકામાં જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના બિનરાજકીય કે રાજકીય રીતે લોકસેવા કરતા હયાત કે દિવંગત લોકસેવકોને શોધીને તેમને ભાવવંદના કરવાનો ભાવ થયો છે. માણાવદર - બાંટવા પંથકમાં કાર્યરત લોકસેવકોના પરિવારજનો, સ્નેહીજનો કે ગ્રામજનો લોકસેવક અંગેની માહિતી, પુરૂનામ, ગામનું નામ, સરનામુ અને સંપર્કની  વિગત મોકલવા વિનંતી કરવામાં આવી છે.

લોકસેવકોની વિગતો માહિતી જાણકારી માટે ભાઇ મયુર રાવલ, સંયોજક મંત્રીશ્રી, લોકસેવક ત્રંબકભાઇ વ્યાસ મેમોરીયલ ટ્રસ્ટ સારંગપીપળી તા. માણાવદરનો સંપર્ક સાધવા વિનંતી છે.પસંદગી સમિતિની સુચના અનુસાર હયાત કે દિવંગત લોકસેવકોને બિરદાવવામાં આવશે. લોકસેવકોની અંગેની માહિતી સ્વીકારવાની છેલ્લી તારીખ ૯ મી નવેમ્બર ૨૦૧૮ (જૂનાગઢ) આઝાદી દિન) રાખેલ છે તેમ યાદીમાં જણાવાયુ છે.(૪૫.૪)

(12:03 pm IST)