Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પોરબંદર મહેર સમાજના ચિત્રકારોની સિધ્ધિ

ગોસા (ઘેડ):  કલા શિક્ષક સંઘ ગુજરાત રાજય દ્વારા તાજેતરમાં જૂનાગઢ રૂપાયતન ખાતે સૌરાષ્ટ્રભરના ચિત્રકારો-કલાકારોની ચિત્રકલાની એક શિબિર યોજવામાં આવી હતી. આ કલા શિબિરમાં તૈયાર થયેલ કલાકૃતિ (પેઇન્ટીંગ) નું એક પ્રદર્શન કર્ણાવતી આર્ટ ગેલેરી અમદાવાદ ખાતે કલાશિક્ષકના ભાઇ-બહેનોનાં ચિત્રોનું એકિઝબિશન ગુજરાત રાજય કલા શિક્ષક સંઘના સ્થાપક અરવિંદભાઇ વાકાણીના અધ્યક્ષ સ્થાને મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિના રજી ઓકટોબરને મંગળવારના રોજ સાંજના ૪-૩૦ કલાકના આયોજન કરવામાં આવ્યું હતું. કલા શિક્ષક સંઘ ગુજરાત દ્વારા આયોજિત કલા શિક્ષક સંઘના ભાઇઓ-બહેનોના પેઇન્ટીંગના એકિઝબિશનને કલા શિક્ષક સંઘ ગુજરાતના સ્થાપક અરવિંદભાઇ વાકાણી, ગુજરાત કલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઇ સેવક (અમદાવાદ), પંચાલભાઇ તેમજ જૂનાગઢ રૂપાયતન ખાતે યોજાયેલા કલાશિબિરને સફળતા બનાવનાર રજનીભાઇ ત્રિવેદી (કલા શિક્ષક સંઘ રાજકોટ)ના પ્રમુખના હસ્તે દીપ પ્રાગટય કરીને આ કલા એકિઝબિશનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કલા શિક્ષક સંઘના યોજાયેલા ચિત્રોના એકિઝબિશનમાં પોરબંદર પંથકમાંથી એક માત્ર મહેર સમાજની આર્ટસ્ટ કલાકાર કે જે અમદાવાદ ખાતે ઘાટઘટોલીયા આવેલ સ્કુલમાં ચિત્ર શિક્ષક તરીકે જોબ કરતી કિંજલબેન આર. ઓડેદરાના પેઇન્ટિંગને આ એકિઝબિશનમાં પસંદગીના પાત્ર થયેલા છે. કિંજલબેન આર. ઓડેદરાના અત્યાર સુધીમાં અનેક જગ્યાએ જેમાં ગુજરાતમાં પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમદાવાદ કે પછી ગોવા, મહારાષ્ટ્ર કે અન્ય રાજયોમાં કલા એકિઝબિશનના કાર્યક્રમો યોજાતા હોય તેમાં અવાર-નવાર પસંદગી પામતાં હોય છે મહેર કિંજલબેન ઓડેદરાએ મહેર સમાજનું નામ રોશન કરેલ છે. એકઝીબીશનમાં ઉપસ્થિત મહેર સમાજના ચિત્રકારો તથા મહેમાનોની તસવીર. (૭.૧૯)

(12:16 pm IST)