Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

બેદરકારીને લઇ અડધુ તળાજા તરસ્યુઃ પાણીની પાઇપ લાઇન તુુટી ગઇ

તળાજા તા.૮:  જેમા આજે તળાજા સિપાઇ જમાત હોલ સામેજ ખાનગી કંપનીના માણસ દ્વારા બેદરકારી દાખવી, કયાં-કયાંથી પાણી ગટરની લાઇનો પસાર થાય છે તે જોયા જાણ્યા વગરજ ધડાધડ જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવતા જાબુંડીયા પમ્પીંગ સ્ટેશનેથી શાસ્ત્રીનગર વોટર વર્ડસ ખાતે પાણી લઇ જતી મુખ્ય લોખંડની પાઇપ લાઇન તોડી નાખવામાં આવતા ભારેપ્રેશરના કારણે ધોધસમાન ફુવારા ઉડવા લાગ્યા હતા. હજારો લીટર પાણી વેડફાટ થતા આસપાસના લોકોમાં બેદરકારી ભર્યા વલણ સાથે થતા ખોદકામ નેલઇ રોષ ફેલાયો હતો.પાલીકાના મધુભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે બપોરના ત્રણેક વાગ્યા બાદ લાઇન તૂટતા પાણીની ટાંકી પણ ખાલી થઇ ગઇ હતી. સાંજ ઢળ્યાછતા પાણી બંધ થતુ ન હતુ રીપેરીંગ કરવા માટે માણસો બોલાવ્યા છે શાસ્ત્રીનગર નીચે આવતો અડધા તળાજા જેટલો વિસ્તાર તરસ્યો રહેશે. લાઇન મોડીરાત સુધી રીપેરીંગ કરવાની કાર્યવાહી શરૂ હતી.ખાનગી કંપની દ્વારા ખોદકામમાં આવતા રસ્તાઓના કારણે નગરના વિકાસમાં ગાબડા પડીરહ્યાની લાગણી સાથે પાલીકાને પણ નુકશાન થઇ રહ્યુ છે? લોકોને પડતી હાલાકીના સવાલો સાથે વિપક્ષ આવનાર સમયમાં શાસક પર તડાપીટ બોલાવી લોકોના પ્રશ્નોને વાંચા આપશે તેવા એંધાણ જોવા મળ્યા છે.(૧૭.૨)

(11:59 am IST)