Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

માત્ર ૬ કિમીના ડાયવર્ઝનથી અમરેલી જિલ્લાને બ્રોડગ્રેજ રેલ્‍વે સુવિધા મળી શકે

સોૈરાષ્‍ટ્ર વિકાસ પરિષદ દ્વારા કેન્‍દ્ર સરકારને રજુઆત કરવાની માંગ

દામનગર તા.૮: સોૈરાષ્‍ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી દિલશાદ શેખના જણાવ્‍યા અનુસાર અમરેલીને બ્રોડગ્રેજ રેલ્‍વે સુવિધા આપવા માટે ઘણા વર્ષોથી અમરેલી જિલ્લાની જનતા માંગણી કરી રહી છે. ભારત સરકાર ઢસા, જેતલસર લાઇન બ્રોડગ્રેજ રેલ્‍વે લાઇન મંજુર કરેલ છે. જેમાં ખીજડીયા, ચિતલ, લુણીધાર વગેરે ગામોનો સમાવેશ થાય છે.

અમરેલી -જુનાગઢ ટ્રેનમાં વિસાવદર જંકશનમાં આવતા જતા એન્‍જીન બદલાય છે તેમ શેડુભારને અમરેલી રોડ જંકશન નામાકરણ કરી શેડુભારમાં ટ્રેનનું એન્‍જીન આવતા-જતા બદલાય અને ટ્રેન તેજ રૂટ ઉપર આગળ જાય જેથી જમીન સંપાદનનો પ્રશ્ન નથી વળતર ચુકવવાનો પ્રશ્ન જ નથી તેમજ રેલ્‍વેને કોઇ ખર્ચ થાય તેમ નથી અને ૨૦ લાખની ગ્રામીણ પ્રજાને આ રેલ્‍વેની સવલતોનો લાભ મળે અને રેલ્‍વેને આવકમાં વધારો થાય ખીજડીયા જંકશનને ફલેટ સ્‍ટેશન કરી નાખે અને તેના સ્‍ટાફને શેડુભાર સ્‍ટેશને કાર્યરત કરવાથી સ્‍ટાફનો પ્રશ્ન ઉપસ્‍થિત ન થાય, જેથી ખીજડીયા જંકશનનો સ્‍ટાફ શેડુભાર સ્‍ટેશને કામગીરી કરે જેથી નવા સ્‍ટાફની ભરતી કરવાનો પણ કોઇ પ્રશ્ન ઉપસ્‍થિત થતો નથી.

દિલશાદ શેખના વિશેષમાં જણાવ્‍યા અનુસાર માત્ર ૩ કિલોમીટરનો ડાયવર્ઝન આપવામાાં આવે તો અમરેલી શહેર બ્રોડગ્રેજથી જોડાઇ જશે. અમરેલી જિલ્લાના સાંસદ અને આગેવાનો આ બાબતે સત્‍વરે ભારત સરકારને વહેલી તકે બ્રોડગ્રેજ સુવિધા મળે તે માટે રજુઆત કરવી જરૂરી છે.

મહુવા ભાવનગર-મહુવા-મુંબઇ ટ્રેનને સ્‍ટોપ આપવા માંગ

લાઠી તાલુકા સોૈરાષ્‍ટ્ર વિકાસ પરિષદના પ્રમુખશ્રી વિમલભાઇ ઠાકર, ઉપ પ્રમુખ શ્રી રાજુભાઇ નારોલા દ્વારા ભાવ ડિવી.ને પત્ર લખી સવારે ભાવનગર જવા માટે મહુવાથી ભાવનગર ટ્રેન સત્‍વરે શરૂ કરવા તેમજ મહુવા-મુંબઇને દામનગર સ્‍ટોપ આપવા માંગણી કરેલ છે. મહુવા-ભાવનગર સવારે ટ્રેન શરૂ થાય તો રાજુલા-સા.કુંડલા-લીલીયા-દામનગર વિ. શહેરીજનોને આનો લાભ મળી શકે છે. જો કે સવારે ૭ કલાકે ભાવનગરથી મહુવા જવા માટે દામનગરથી ટ્રેન મળે છે. અને બીજી ૧૨ કલાકે મહુવા જવા માટે આ બે ટ્રેનનો લાભ મળે છે. તેવી રીતે સવારે એક ટ્રેન મહુવાથી ભાવનગર જવા માટે મળે તો રેલ્‍વેને તેમજ શહેરીજનોને ઘણો જ ફાયદો થાય તેમ છે.

ઉપરોકત બાબતે તંત્ર દ્વારા વિચારવાનો હવે સમય પાકી ગયો છે. કોઇપણ સંસ્‍થા આંદોલનના માર્ગે ચાલીને મંત્રાલય પાસે માંગણી કરે તે પહેલા રેલ્‍વે મંત્રાલય ઉપરોકત બાબત વિચારીને તાત્‍કાલિક ટ્રેનો શરૂ કરી અને સ્‍ટોપ આપે તેવી લાઠી તાલુકા સોૈરાષ્‍ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ વિમલ ઠાકરે માંગણી કરેલ છે.

(9:51 am IST)