Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

સોમનાથના સાગર દર્શન સભાગૃહમાં પ્રથમવાર શિવકથાઃશિવ તત્‍વ અને ઉપાસના

પ્રભાસ પાટણ તા.૮: સોમનાથ મહાદેવનાં સાનિધ્‍યમાં સાગર દર્શન સભાગૃહમાં શિવકથાનું તા. ૧૩ થી ૨૦ સુધી આયોજન કરવામાં આવેલ છે.

પ્રથમ જયોતિલીંગ શ્રી સોમનાથ મહાદેવજીનાં તીર્થમાં પરાત્‍પર, પરબ્રહ્મ, કલ્‍યાણ સ્‍વરૂપ, પંચવકત્ર, નિરંજન, નિરાકાર, અષ્‍ટમૂર્તિ ભગવાન શિવ પ્રણીત અને ભગવાન વેદ વ્‍યાસ દ્વારા સંક્ષિપ્તીકરણ કરાયેલ ચોવીસ હજાર શ્‍લોક અને સાત સંહિતાઓનો સંકલિત શ્રી શિવમહાપુરાણ ગ્રંથ કે જેમાં શિવ તત્‍વ અને શિવ ઉપાસનાનું વિસ્‍તૃત વર્ણત છે તેને આત્‍મસાત કરવા સારુ અષ્‍ટદિવસીય શિવકથાનું આયોજન કર્યું છે. ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાનાં શિષ્‍ય પ્રજ્ઞેશભાઇ ઓઝા (રાજુલાવાળા) તીર્થ સેવન કથા શ્રવણ દ્વારા આધ્‍યાત્‍મિક અનુભુતિનાં આનંદ માણવા પધારવા જણાવેલ છે.

કથા પ્રસંગોનો ક્રમ શ્રી ગણેશ પૂજન, વૃદ્ધિશ્રાધ્‍ધ, સર્વ દેવદેવતાનું આહવાન સ્‍થાપન અને પૂજન તા. ૧૨ બપોરે ૩ થી પ, પોથીયાત્રા તા. ૧૩નાં બપોરના ૧ કલાકે સોમનાથ મહાદેવનાં મંદિરેથી નિકળી કથા સ્‍થળે જવા પ્રસ્‍થાન, દીપ જયોત પ્રજવલીત તા. ૧૩ રોજ બપોરનાં ર કલાકે, કથા પ્રારંભ તથા શિવ મહાપુરાણ મહાત્‍મય તા. ૧૩ નાં બપોરનાં ર કલાકે, શિવલીંગ મહિમા તા. ૧૪નાં રોજ બપોરે ૨:૩૦ કલાકે, સતી ચરિત્ર તા .૧૫ શિવ પાર્વતી વિવાહ તા. ૧૬, કાર્તિકેય અને ગણેશ પ્રાગટય તા. ૧૭ ભસ્‍મ અને રૂદ્રાશ મહિમા તા. ૧૮, દ્રાદ્રશ જયોતિલીંગ મહિમા તા. ૧૯, કથા વિરામ, ૨૦-૧૦-૧૮, કથા સમય બપોરે ૨:૩૦ થી ૬:૩૦ સુધી.

કથાપુર્ણ થયા બાદ શ્રી સોમનાથ માહેશ્વરી સમાજ અતિથિગૃહમાં ભોજન કક્ષમાં પ્રસાદી દરેક લોકોએ સાંજે ૭:૩૦ કલાકે લેવાની, કથા સ્‍થળ સાગર દર્શન સભાગૃહ સોમનાથ મહાદેવ મંદિર પાછળ, આ કથાનો દરેક લોકોએ લાભ લેવા આયોજક હિતાગ પંડયા (પુર્વ જિલ્લા અને સત્રા ન્‍યાયાધીશ) અને નિરંજન શા. દફતરી (એડવોકેટ રાજકોટ) દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.

(12:32 pm IST)