Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ગોંડલ વન્‍યજીવન સપ્તાહ ની ઉજવણી

કમર કોટડા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામના મુખ્‍ય માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી જેમાં સફાઈ પ્રદુષણ નિવારણ વૃક્ષ ઉછેર અને સ્‍વદેશી અપનાવો ચાર કરવામાં આવ્‍યા હતા, ત્‍યારબાદ વન્‍ય પ્રાણી પક્ષી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા માં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા, પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે એ વિદ્યાથીઓને પર્યાવરણ જાળવણી સફાઈ પ્રકૃતિ અને વન્‍યજીવન નું માનવ જીવન માં પ્રદાન અને ઉપયોગિતા અંગે વક્‍તવ્‍ય આપ્‍યું હતું, આર.એફ.ઓ  જેઠવા રેંજર કે કે પુરા એ સમગ્ર આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી, હિતેશભાઈ દવે દ્વારા વક્‍તૃત્‍વ સ્‍પર્ધાના વિજેતા તથા તમામ વિદ્યાર્થીઓને પુસ્‍તક ભેટ આપેલ. આચાર્ય તથા શિક્ષકગણે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી, તે પ્રસંગની તસ્‍વીર.

 

(9:46 am IST)