Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

જામજોધપુર તાલુકામાં નવતર વીજચોરીનો પર્દાફાશ :વડોદરા વિજિલન્સે બાતમીના આધારે વીજચોરી ઝડપી:2,16 લાખનું બિલ ફટકારાયુ

જ્યોતિગ્રામ યોજનાના ફીડરમાંથી સીધી કૃષિ કનેક્શનમાં કયુંસકટર ફિટ કરીને બે કિમિ દૂર વીજચોરી કરી

વડોદરા વિજિલન્સને જામજોધપૂરના નજીક આવેલ વીરપુર ગામ આસપાસના વિસ્તારોમાં  મોટાપાયે જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજચોરી થતી હોવાની માહિતીને આધારે જામનગર જીયુંવીએનએલ પોલીસ અને પીજીવીસીએલના સ્ટાફએ જામજોધપુર તાલુકામાં બે સ્થળોએથી જ્યોતિગ્રામ યોજનાના ફીડરમાંથી નવતર પ્રકારની ખુદ અધિકારીઓને પણ આશ્ચર્ય પમાડે તેવી વીજચોરી ઝડપી પાડી છે,

પોતાની વાડીમાં પિયત કરવા માટે સમાણા નજીક આવેલ વીરપુર ગામમા એક ખેડૂતએ જ્યોતિગ્રામ યોજનાના ફીડરમાંથી સીધી જ એગ્રીકલ્ચર કનેક્શનમાં ફ્યુસકટર ફીટ કરીને થ્રી ફેસ કેબલવાયર જમીનમાં બિછાવી અને પોતાની વાડી થી અંદાજે બે કિલોમીટર જેટલી દુરથી સુવ્યસ્થિત રીતે છેલ્લા કેટલાય સમયથી વીજચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે,

જાળ બિછાવી છે તે બતાવી ત્યારે ખુદ ભણેલ ગણેલ ઈજનેરો પણ દંગ રહી ગયા,જેને પોતાની માંડવી નો પાક બળી ના જાય અને જયારે પણ પાકને પાણી આપવું હોય તે આપી શકાય તે માટે વોકળામાંથી થી પસાર કરીને છેક પોતાના વાડી સુધી કનેક્શન લેનાર ખેડૂત ને ૨.૧૬ લાખનું દંડનીય વીજબીલ પણ ફટકારવામાં આવ્યું છે,

જીયુવીએનએલ પોલીસે સ્થળ પરથી જ્યોતિગ્રામ યોજનામાંથી સીધી જ પાવરચોરી કરવા માટે જમીનમાંથી દાટેલો ૧૫૦૦ મીટર વાયર,ઇલેક્ટ્રિક મોટર,બોર્ડ પેનલ વગેરે મળી ૭૦ હજારનો મુદામાલ પણ જપ્ત કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,

તો ધુનડા ગામમાં પણ ખેતીવાડીના કનેક્શનમા થી ડાયરેક્ટ વીજજોડાણ આપી અને મોટાપાયે કરવામાં આવી રહેલ વીજચોરી પણ સ્ટાફે ઝડપી પાડી છે,જેમાં થી પણ ડાયરેક્ટ કરવા માટે નો ૪૦ મીટર જેટલો વાયર કબજે કરી અને જે-તે ખેડૂતને ૩૨૦૦૦ નું દંડનીય વીજબીલ ફટકારવામાં આવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી પીજીવીસીએલ સબ ડીવીઝનના નાયબઈજનેર કોરિયા,કે.ડી.કોરેચા,સાથે જીયુવીએનએલ પોલીસના ઇન્ચાર્જ પીઆઈ પી.પી.ઝાલા,એચ.આર.ગોહિલ,રણજીતસીંગ લુબાના,કે.એચ.પાડલીયા સહિતના કર્મચારીઓ અને અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

(6:32 pm IST)