Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

પોરબંદર પંથકમાં ગેરકાયદે ખાણો ઉપર સમયાંતરે દરોડા છતા ખનીજ ચોરી ઉપર અંકુશ આવતો નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ : મોટેપાયે ે ખનીજ સંપત્તિ દરિયાઇ પટ્ટી અને અંદર ભાગે સરવેે નંબરોમાં ખનીજ ચોરી ભૂમાફીયાઓ દ્વારા  બેફામ રેતી ચોરી થાય છે. મોટેે ભાગે મોડીરાત્રીના ખનીજ સંપત્તિ બિલ્ડીંગ સ્ટોન કાઢવામાં આવેછે ત્યારે સ્થાનિક વહીવટી તંત્રથી શું અજાણ છે? મારે પાયે અનઅધિકૃત ખનીજ ખોદાણ થાય છે. દાણચોરીની માસીયાબહેન ગણાતી રોયલ્ટી ચોરી કરચોરો સરકારની તિજોરી ખાલી રાખે છે.  તેવી ફરીયાદો ઉઠે છે.

ભૂસ્તર-વિજ્ઞાન કચેરી-જીલ્લા વહીવટી કલેકટર કચેરી કરોડો રૂપીયાની કરચોરીને ફટકારેલ દંડની રકમ સંબંધીત કચેરીમાં નહીંવત જમા થાય છે. કારણ કે વસુલાત માટે સરકાર દ્વારા દંડની રકમ વસુલાત માટે નબળી કસરત રહે છે.

સરકારના રેકર્ડમાં પણ છે કે ભૂતકાળમાં એક મંત્રીશ્રીને કોર્ટમાં સજા કરવામાં અને બગવદર પોલીસમાં એફ. આઇ. આર.નોંધાયેલ તે આધારે તપાસના અંતે ચાર્જશીટ ન્યાયકોર્ટમાં કેશ ચાલી જતા ટ્રાયલ કોર્ટે પુરાવા આધીન સજા ફટકારેલ ત્યારબાદ પરિસ્થિતિમાં ફેર પડયો નથો.

બહુ ઉહાપોહ જાગૃત નાગરીકો દ્વારા સરકારમાં રજુઆત દબાણ થાય જેના કારણે રડતા છાના રાખવા ગાંધીનગરથી સ્કોવર્ડ આવે અને બારોબાર કામગીરી તટસ્થ કરે છે. તેવુ વાતાવરણ ઉભુ કરી દયે જવાબદાર કચેરીના કર્મી.અધિકારીઓ બેચાર દિવસ માનસીક સ્ટેશન તનાવમાં તેવુ વાતાવરણ સર્જી દયે કલાક દિવસ સમય મર્યાદા પુરી થતા પુર્વવત આવી જાય છે. ગાંધીનગર બહારથી આવેલ ટીમ રેડ કરેલ કામગીરી-તપાસના પેપર સ્થાનીક જવાબદાર કચેરીના જવાબદાર કર્મી. અધિકારીને સોંપી દયે. અને  આગળના કાર્યવાહી કરે નિયમ અનુસાર પોલીસ ફરીયાદ જયાં સુધી નોંધાય નહી ઉપરાંત વિધાનસભામાં પ્રશ્ને ખનીજ ઉઠાવાય છે પરંતુ મુળ સ્થિતિમાં ફેર પડતો નથી.

(12:01 pm IST)