Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

અમરેલીના ખાંભાનાં ઉમરીયા ગામમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો

તાતણિયાના ધરાવાળા ધૂનામાં પાણી: ખોડિયાર મંદિરમાં 5 ફૂટ સુધી ઘુસ્યું

અમરેલીના ખાંભાનાં ઉમરીયા ગામમાં એક જ કલાકમાં 8 ઇંચ પાણી વરસ્યું છે જ્યારે તાતનીયા, ગીદરડી, પીપળવામાં 3 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉપરવાસમાંથી પણ પાણી આવતા વિસ્તારમાં આવેલી નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે.

  તાતણીયા ધરાવાળા ઘૂનામાં નદીનું ધસમસતું ફરી વળતા પાણી ખોડિયાર મંદિરમાં 5 ફૂટ સુધી ઘૂસી ગયું છે. ઉમરીયા ગામમાં 2 કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. ગામની ભાગોળે આવેલા પુલ પરથી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ઉમરીયા ગામ સંપર્કવિહોણું બન્યું છે.

(10:05 pm IST)