Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

SC-ST એક્ટ ભારતીય સમાજમાં વિઘટનનું કારણ બનશે

દ્વારકા-શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું આ કાયદો એક ખતરનાક હથિયાર સાબિત થશે: તેનાથી લોકોમાં એક-બીજા પ્રત્યે ઘૃણા વધશે

 

દ્વારકા-શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સુધારા સ્વરૂપે લાવવામાં આવેલા SC-ST એક્ટ ભારતીય સમાજમાં વિઘટનનું કારણ બનશે. શંકરાચાર્ય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ શંકરાચાર્યએ SC-ST એક્ટ મુદ્દે કહ્યું હતું કે  ભાજપના બે મોટા નેતાઓ અને ભાજપના નેતૃત્વવાળી સરકારનું કાર્ય હિન્દુ વિરોધી છે

 સ્વરૂપાનંદ સરસ્વતી સમયે વૃંદાવનના અટલ્લી ચૂંગી સ્થિત ઉડિયા આશ્રમમાં ચાતુર્માસ પ્રવાસ પર છે. શંકરાચાર્યએ કહ્યું કે સારા અને ખરાબ લોકો તો તમામ જાતીઓમાં હોય છે. તેવામાં કાયદો એક ખતરનાક હથિયાર સાબિત થશે. જેમાં માત્ર કહેવાથી બીજાને જેલ થઇ જાય તે અયોગ્ય છે. તેનાથી લોકોમાં એક-બીજા પ્રત્યે ઘૃણા વધશે. અમે પણ ઇચ્છીએ છીએ કે દલિત વર્ગનું કલ્યાણ થાય. અને તેમની સાથે ભેદભાવ થાય. પરંતુ કાયદાથી વર્ગ ભેદભાવ  વધશે અને દેશ પાછળ ચાલ્યો જશે.

(10:57 pm IST)