Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

જામનગરનાં નાધેળી પાસે યુવકની હત્યા કરનારની શોધખોળ

જામનગર, તા. ૮ :  જામનગરની ભાગોળે આવેલા નાઘેળી નજીક સાંજે અજાણ્યા યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ યુવકની ઓળખ માટે ચક્રોગતિમાન કર્યા હતા. પ્રાથમિક તબક્કે પોલીસે મૃતક યુવાના શરીર પરના નિશાનોને જોઇ યુવકની ઘાતકી હત્યા કરાયાનું તારણ કાઢયું છે અને મૃતક યુવાન રપ વર્ષીય રમેશ દીપક બગડા હોવાનું ખુલ્યુ છે. પોલીસે આ મૃતદહેને પીએમ માટે ખસેડવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે હત્યા કરનારા શખ્સોને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. (૯.૩)

(4:29 pm IST)