Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કેશોદના બિલ્ડર કેવલ સવાણીની હત્યાનો આરોપી મહોબતસિંહ ઝડપાયો

આરોપીને પકડવામાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સફળતા : આરોપીએ હત્યા બાદ લૂંટ કરેલ સોનાની વિંટી અને મોબાઇલ કાઢી આપ્યા

જૂનાગઢ તા. ૮ : કેશોદના બિલ્ડીંગની હત્યા કરી ૪ લાખની લૂંટના આરોપી માળિયા હાટીનાની મહોબતસિંહને જુનાગઢ ક્રાઇમ બ્રાંચે પકડી લેવામાં સફળતા મેળવી છે.

કેશોદ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૯૨ મુજબનો ગુન્હો જાહેર થયેલ છે. ફરીયાદી રમેશભાઇ ઉર્ફે ભુપતભાઇ અંબાવીભાઇ સવાણીએ જાહેલ કરેલ કે, તેમના નાના પુત્ર બિલ્ડર કેવલ રમેશભાઇ સવાણી (ઉ.વ.૨૮) રહે. કેશોદવાળાનું કોઇ અજાણ્યા ઇસમે કોઇ હથિયાર અથવા બોથડ પદાર્થથી માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજા કરી ખુન કરી તેણે પહેરેલ સોનાના દાગીનાની વીંટી નંગ ૮ તથા ચેન નંગ ૧ મળી તથા મો.ફોન મળી કુલ કિં. ૪,૦૦,૦૦૦ની લુંટ કરેલનો બનાવ બનેલ.

આ ગુન્હો અનડીટેકટ હોય જેથી જુનાગઢ રેન્જના આઇ.જી.પી. શ્રી એસ.જી.ત્રિવેદીની સુચના તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાચના પો.સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકની. સેલ તથા ખાનગી બાતમીદારોથી હકીકત મેળવી સદરહું ગુન્હો વહેલી તકે ડીટેકટ કરી આરોપીની અટક કરવાના પ્રયત્નો ચાલુ કરેલ હોય પરંતુ આ કામનો આરોપી તપાસ દરમિયાન જાણવા મળેલ કે, આરોપીએ કોઇપણ જગ્યાએ પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરેલ નથી તેમજ કયાંય પણ સીસીટીવી કેમેરામાં આવેલ નથી જેથી સદરહું ગુન્હાની તપાસ વધુ જટીલ બનેલ અને આજરોજ અમો ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફ સાથે કેશોદ પો.સ્ટે. વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હાજર હતા.

દરમિયાન સાથેના પો.હે.કો. એસ.એ. બેલીમ તથા પો.કો. રોહીતભાઈ ધાધલ, આઝાદસિંહ સીસોદીયા, યશપાલસિંહ જાડેજાને ખાનગીરાહે હકીકત મળેલ કે, આ ગુન્હો માળીયાહાટીના ગામના મહોબતસિંહ હનુભાઈ દરબારે કરેલ હોવાનું અને તે પુરો શંકાના દાયરામાં હોવાનું અને તે ઈસમ હાલ કેશોદ સોંદરડા બાયપાસ ચોકડી હોવાનું અને તેણે ટી શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ હોવાનું જાણવા મળતા કેશોદ સોંદરડા બાયપાસ ચોકડીએ પો. સ્ટાફ સાથે આવતા એક ઈસમ આ વર્ણનવાળો મળી આવતા જેને સાથે લઈ કેશોદ સર્કિટ હાઉસ ખાતે લાવી મજકુર ઈસમ મહોબતસિંહ હનુભાઈ સીસોદીયા હાટી દરબાર ઉ.વ. ૨૯ રહે. માળીયાહાટીના છેલવાડી સીમવાડી વિસ્તારવાળાની આ ગુન્હાના કામે પૂછપરછ કરતા મજકુર ઈસમે ગુન્હો કરેલાની હકીકત જણાવતા અને બનાવ વખતે તેણે મરણ જનાર કેવલ સવાણીને સેન્ટ્રીંગના લાકડાના ધોકાવડે માથામાં મારી ખૂન કરેલાનું અને મરણ જનારે પહેરેલ છ સોનાની વીંટી તથા સોનાના ચેઈનની લૂંટ કરેલાની હકીકત જણાવતા અને આ ગુન્હો કરવા માટે પોતે ક્રાઈમ પેટ્રોલ સીરીયલમાંથી પ્રેરણા મેળવેલ હોવાની હકીકત જણાવેલ અને લૂંટ કરેલ વીટીઓ પૈકી એક વીટી પાસે જ હોવાનું જણાવતા પંચો તથા સોનીની રૂબરૂ મજકુર ઈસમના કબ્જામાંથી સોનાની વીંટી નંગ ૧ હીરાવાળી કિં. રૂ. ૧૦,૨૯૩ ની તથા બે મો. ફોન કિં. રૂ. ૧૫૦૦ કબ્જે લઈ મજકુર ઈસમને સીઆરપીસી ૪૧(૧)એ મુજબ ધોરણસર અટક કરી ખૂન વીથ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા હાસીલ કરેલ છે.

કામગીરીમા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ., આર.કે. ગોહિલ તથા પો. સ્ટાફના એ.એસ.આઈ. એસ.એચ. ગઢવી તથા પો હે કો. એમ.જી. અખેડ, બી.કે. સોનારા, વી.એન. બડવા, એચ.વી. પરમાર, એસ.એ. બેલીમ તથા પો. કોન્સ. રોહીતભાઈ ધાધલ, યશપાલસિંહ જાડેજા, આઝાદસિંહ સીસોદીયા, સાહીલભાઈ સમા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, દેવાભાઈ ભારાઈ, દિવ્યેશભાઈ ડાભી, જીતેષભાઈ મારૂ, માનસિંગભાઈ બારડ, કાનાભાઈ ડાંગર વિગેરે હતા.(૨૧.૨૦)

 

(4:27 pm IST)