Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પોરબંદરમાં સુન્નીવડા શહેજાદએ તાજુશ્શર્રીઆ હઝરત અસજદ રઝાખાની હાજરીમાં હઝરત તાજુશ્શર્રીઆનો ઉર્ષ

દારૂલઉલુમ ગોપે આઝમ અને સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા આયોજનઃ શહેર ન્યાઝ

પોરબંદર તા ૮ : આજે તા. ૮ અને ૯ ના રોજ નબીરા એ આલાહઝરત,તાજુનશીને હૂઝુર મુફતી એ આઝમે આલમ, તાજુશ્શર્રીઆ, હઝરત મુફતી અશ્શાહ મુહમ્મદ અખ્તર રઝાખાં કાદરી અઝહરી રદીઅલ્લાહો અન્હો ને ખીરાજે અફીદત પેશ કરવા ''ઉર્ષે ચહેલુમ શરીફ'' ના નામે એક નુરાની, અફઝલ કાર્યક્રમ શાનદાર આયોજન થયું છે.

આ કાર્યક્રમ શહેરની ઇઇસ્લામીક શિક્ષણ આપતી સંસ્થા ''ખારૂલઉલમ ગોપે આઝમ''  અને સુન્ની મુસ્લીમ સમાજની સર્વોચ્ચ સંસ્થા''સુન્ની અંજુમને ઇસ્લામ'' દ્વારા ઉજવાશે. આ શાનદાર કાર્યક્રમમાં હાજરી આપવા અને સુન્ની સમાજન. પ્રેેરક ઉદ્રોધન આપવા શહેજાદ એ તાજુશ્શર્રીઆ, કાઇદે મીલ્લત મુજાહીદે સુન્નીયત '' શઝરત અલ્લામાં મુફતી અસજદરઝાંખૉ સાહેબ કિબ્લા''(બરેલી શરીફ, યુ.પી.) હાજરી આપશે અને તેઓની સાથે મોહદદીષે કબીર ''હઝરત અલ્લામા મુફતી ઝીયાઉલ મુસ્તફા કાદરી, અમજદી (ગોષી, યુ.પી)'' પણ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત સમગ્ર ભારતભર માંથી અસંખ્ય આલીમે દિન આ કાર્યક્રમમાં સરજમીને પોરબંદર પર હાજરી આપવા આવી રહ્યા છે. વિશાળ સંખ્યામાં ભારતભરનાં સુન્ની સંપ્રદાયના આલીમોની હાજરી એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે.

આ નુરાની કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા ગઇકાલે મોહુદ્દીષે કબીર હઝરત અલ્લામાં ઝીયાઉલ મુસ્તફા કાદરી પોરબંદર આવેલ જેનું સ્વાગત કરવામાં આવેલ અને આજે હવાઇમાર્ગે સુન્ની વડા શહેજાદાએ તાજુશ્શર્રીઆ હઝરત અસજદ રઝાખા સાહેબ પોરબંદર આવેલ જેનું સ્વાગત કરવામાં આવેલ, એસ.વી. રોડ, ભાવના ડેરી પાસે જાજમ બીછાવી પુષ્પ થી તેમના આગમનને વધાવવામાં આવેલ હતું

આજે તા.૮ શનિવારે ઇમામ અહેમદ રઝા રોડ, દારૂલ ઉલુમ ગોષે આઝામ પાસે ઉર્ષે ચહેલુમ શરીફ'' નામે નુરાની કાર્યક્રમ યોજાશે. રાત્રે ઇશાની નમાઝ પછી શરૂ થનારા આ કાર્યક્રમમાં સુન્ની વડા, શહેજાદ એ તાજુશ્શર્રીઆ '' હઝરત અસજદ રઝાખાં સાહેબ કિબ્લા'' અને મોહદદીષે કબીર '' હઝરત અલ્લામા ઝીયાઉલ મુસ્તફા કાદરી અમજદી'' ની સાથે. નબીર એ હુઝુર અઝીમે મીલ્લત ''હઝરત સૈયદ મોઇનુદદીન બાવા જીલ્લાની, કાદરી,રીફાઇ'', ખલીફા એતાજુશ્શર્રીઆ, વકારે મીલ્લતે ઇસ્લામીયા'' હઝરત મુફતી આશીફ હુસૈન સાહેબ (બરૈલીશરીફ)'' કાઝી એ ગુજરાત, ખલીફા એ આજુશ્શર્રીઆ '' હઝરત સૈયદ સલીમ બાપુ નાનીવાલા''(બેડી-જામનગર) ગુલે ગુલઝારે ખાનદાને ચીરતીયા '' હઝરત સૈયદ કુરકાન મીયા ચીશ્તી સાહેબ (ગાદીનશીન, અજમેર શરીફ)'' દામાદે હઝરત મોહદદીષે કબીર '' મોૈલાના શાહીદ રઝા (મુંબઇ)'', ખલીફા એ તાજુશ્શર્રીઆ, ખતીબે બે મીસાલ '' હઝરત મુફતી અખ્તરહુસૈન સાહેબ (જમદાશાહી, યુ.પી)'' આલીમે ઝીશાન, ખલીફા એ તાજુશ્શર્રીઆ '' મુફતી શમશાદ અહમદ સાહેર (ધોૈસી, યુ.પી.)'' માહીરે રઝવ્વીયત, મુનાઝીરે એહલે સુન્નત, છાકીફે ખુરાફતે વહાબ્બીચ્યત, ખલીફા એ અમીને મીલ્લત'' હઝરત અલ્લામા અબ્દુલ સત્તાર હામદાની સાહેબ કિલ્લા (પોરબંદર)'' ખલીફા એ તાજુશ્શર્રીઆ '' હઝરત હાફીઝ સૈયદ સઆદત અલીબાપુ (પોરબંદર)'' ઉપસિથત રહી કાર્યક્રમની રોનકમાં વધારો કરશે. તેમજ આ

કાર્યક્રમમાં સૈયદ આલે મુસ્તફા સાહેબ દાદાબાપુ (જાફરાબાદ), ખલીફા એ તાજુશ્શર્રીઆ ''હઝરત અલહાજ બુરહાનરઝા સાહેબ (દિલ્હી)''  શહેજાદા એ  કાઇદે મીલ્લત હઝરત હુશ્શામ રઝા (બરૈલી શરીફ), સૈયદ ઝેનલ આબેદીન બાપુ (નડીયાદ), મોૈલાના અહમદરઝા (વેરાવળ), મોૈલાના ગુલામ મોહમંદ સાહેબ (ધોરાજી), મુફતી  અશરફ રઝા સાહેબ (રતનપુર), મોૈલાના ગુઇઝારા અહમદ સાહેબ (જુનાગઢ), મોૈલાના ઉસ્માનગનીબાપુ (ધ્રોલ), સૈયદ સીકન્દરબાપુ (રાજકોટ), સૈયદ બરકતશાહ બાપુ (રાજકોટ), મોૈલાના  ઇસ્માઇલ અમજદી (સુરત), મુફતી મોહસીન રઝા સાહેબ (ધ્રોલ), મોૈલાના સુલેમાન બરકાતી સાહેબ (જામનગર), મોૈલાના તહેસીન રઝા હમદાની (સાઉથ આફ્રીકા) ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ સમક્ષ દિની શેર-શાયરી રજુ કરવા હઝરત હાફીઝ સૈયદ હામીદરઝા બાપુ (જાફરાબાદ), હઝરત શાહીદરઝા સાહેબ (બનારી), હઝરત ફારૂક મદનાપુરી (બરૈલીશરીફ) હાજરી આપશે.

કાર્યક્રમમાં મહેમાનો માટે તા. ૮ શનિવારે રાત્રે જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તા. ૯ રવિવારે બપોરે મુસ્લીમ કન્યાશાળા પાસે પોરબંદર શહેરના સુન્ની મુસ્લીમ સમાજ માટે અને બહારગામ થી આવેલા મહેમાનો માટે ''શહેરનવાઝ'' નું આયોજન કરવામાં આવ્યું છે. નુરાની, અફઝલ, મુબારક શાનદાર કાર્યક્રમને માણવા અને સુન્ની વડા શહેજાદ એતાજુશ્શર્રીઆ અને મોહદદીષે કબીર તથા અન્ય આલીમે દિનના કાફલા ને એક સ્ટેજ પર નિહાળવા સાંભળવા અને તેમના સાનીધ્યનો લાભ મેળવવા વિશાળ સંખ્યામાં સુન્ની મુસ્લીમ ભાઇઓને હાજરી આપવા આયોજક દારૂલ ઉલુમ ગોૈષે આઝમ ના પ્રમુખ જનાબ હાજી શબ્બીરભાઇ હામદાણી તથા નાઝીમેઆલા હાફીઝ અબ્દુલહબીબ ચીત્તલવાલા, પ્રીન્સીપાલ હઝરત મોૈલાના મુસ્તફા રઝા યમની તથા  શહેરની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઇસ્લામ ના પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહીમખાત મોહમદખાન પઠાણ, સેક્રેટરી-મહામંત્રી આરીફભાઇ ડી. સુર્યા, ઉપપ્રમુખ ઇબ્રાહીમ હાજી ઉંમર સંઘાર, હાજી યુસુફ મોહમદ પુંજાણી-નુરી, ફીરોઝખાન વઝીરૂદદીનખાન પઠાણ, દિલાવર લાખા જોખીયા, જોઇન્ટ સેક્રેટરી હાસમભાઇ લાંગા, યુનુસખાન પઠાણ અને મેનેજીંગ બોર્ડ એ એક યાદીમાં અપીલ કરી છે. (૩.૧૧)

(4:26 pm IST)