Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

રાજકોટ જીલ્લા માઇનોરીટી ચેરમેન તરીકે ફરી આરીફભાઇ નાથાણીની નિમણુંક

ઉપલેટા તા.૮:  શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ ડેર તથા રાકોટ સીટી માઇનોરેટી ચેરમેન યુસુફભાઇ જુણેજાના પ્રયાસથી રાજકોટ જીલ્લા માઇનોરેટી ચેરમેન તરીકે ફરીથી આરીફભાઇ નાથાણીની નિમણુંક કરવામાં આવી છે.

આ નિમણુંકને જસદણના બસીરભાઇ, વિછીયાના ચેરમેન છોટુભાઇ ભટ્ટી, જેતપુરના ફારૂકભાઇ, કોટડાસાંગાણીના પરવેજભાઇ બાંગા, ગોંડલના ઉસ્માનશા, ધોરાજીના હમીદશા તથા રફીકભાઇ સંધી, ગોંડલના અનીશભાઇ, ભાયાવદર આમદભાઇ, ઉપલેટાના ઇમરાનબાપુ, સૈયદબાપુ, ઇકબાલભાઇ પાટણવાવ વાળા, સલીમભાઇ કાલીયા, અશરફભાઇ બાઠીએ આવકારેલ છે. (૧૧.૬)

(12:27 pm IST)