Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

લોધીકાના ખીરસરાની સીમમાં આદિવાસી પરિણીતા ઉપર કૌટુંબીક ભાણેજે દુષ્કર્મ ગુજાર્યુ

પરિણીતાને ઘરે મુકવાના બદલે સીમમાં લઈ જઈ મ્હો કાળુ કર્યુઃ જવા ભાભોરની શોધ

રાજકોટ, તા. ૮ :. લોધીકાના ખીરસરા ગામની સીમમાં આદિવાસી પરિણીતા પર કૌટુંબીક ભાણેજે દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરીયાદ થતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકા પંથકમાં રહેતી આદિવાસી પરિણીતા પોતાના ઘરે જવા માટે રસ્તા ઉપર ઉભી હતી ત્યારે મેટોડા જીઆઈડીસી ગેઈટ નં. ૧ પાસે વેસ્ટર્ન રેતી કારખાનામાં રહેતો જવા બચુ ભાભોર રહે. મુળ અગાવાળા, ભાભોર ફળીયુ, તા.જી. દાહોદ તેના બાઈક નં. જીજે ૦૩ એચજી ૭૭૦૧ લઈને આવી કહેલ કે 'ચાલો ઘરે મુકી જઉ' તેમ કહી બાઈક પાછળ બેસાડી ઘરે લઈ જવાના બદલે દેવગામના પાટીયા સામે બાવળની ઝાડીમાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હતું.

આ બનાવ અંગે આદિવાસી પરિણીતાએ લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આરોપી જવા ભાભોરની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ એચ.પી. ગઢવી ચલાવી રહ્યા છે.(૨-૯)

(12:20 pm IST)