Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કોડીનારના સરખડી ખાતે કાલે બીચ વોલીબોલ સ્પર્ધા

પ્રભાસપાટણ તા ૮ : ગીર સોમનાથ તા.૭ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, ગીર સોમનાથ અને પ્રા.શાળા સરખડીના સયુંકત ઉપક્રમે રાજયકક્ષા શાળાકીય અંડર ૧૭ બિચ વોલીબોલ સ્પર્ધા તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર સુધી યોજાશે. જેનું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલંધર સરખડી પ્રા.શાળા ખાતે તા. ૯ સપ્ટેમ્બર ના રોજ સવારે ૯.૦૦ કલાકે .દ્ઘાટન કરશે.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ધારાસભ્યશ્રી પુંજાભાઇ વંશ, મોહનભાઇ વાળા, પૂર્વ સાંસખ દિનુભાઇ સોલંકી, જિલ્લા પંચાયત સદ્સ્યશ્રી હરીભાઇ સોલંકી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રતાપસિંહ ડોડીયા, કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી નીમુબેન વાળા, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘ પ્રમુખશ્રી વી.એલ.વાળા, સરપંચશ્રી અસ્મિતાબેન વાળા ઉપસ્થિત રહેશે.

(12:15 pm IST)