Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પર્યુષણ પર્વ પ્રસંગે બોટાદમાં કતલખાના બંધ રાખવા આવેદન

બોટાદ તા. ૮ : પર્યુષણપર્વ પ્રસંગે જૈનધર્મિઓ, જૈનાચાર્યો, પુજા-અર્ચના, ઉગ્ર તપસ્યા, સમુહ પ્રતિક્રમણ, પ્રભુજીના આંગીના દર્શન અને અનુષ્ટાનના આયોજનો સાથે જપ-તપથી ગુરૂવંદના સાથે ધાર્મિકતાથી ઉજવવામાં આવે છે, તો આ પ્રવિત્ર પર્યુષણ પર્વ પ્રસંગે જૈનધર્મિ જૈનાચાર્યોની લાગણી ન દુભાય તે માટે બોટાદ શહેર જીલ્લામાં ગેરકાયદેસર કતલખાના બંધ રખાવી માસ-મટન અને ઇંડાના વ્યાપાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા બોટાદના સામતભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં અને બોટાદ જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ પ્રતાપભઇ ડોડીયા તથા કન્વિર બજરંગ દળ રાણપુર અજીતસિંહ પરમાર તથા ગૌરક્ષક સમિતીના બોટાદ જીલ્લા પ્રમુખ દેવરાજભાઇ ડાંભલા તથા ગૌરક્ષક રૂષભ વોરા તથા અનેક ગૌરક્ષકો, જીવદયા, પ્રેમીઓની બહોળી ઉપસ્થિતીમાં બોટાદ મામલતદાર તથા બોટાદ નગરપાલીકાના ચીફ ઓફીસરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

(12:14 pm IST)