Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

જામકંડોરણામાં હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને રામધુનનો કાર્યક્રમ યોજાયો

જામકંડોરણા તા.૮: કોયાણી સમાજમાં જામકંડોરણા તાલુકા ખેડૂત તથા પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસ તેમજ રામધુનનો કાર્યક્રમ યોજાયો હતો.

પાસ કન્વીનર અને ખેડૂત આગેવાન દેવરાજભાઇ સરધારાએ જણાવેલ કે ખેડૂતોને પાક વિમો, દેવું નાબુદી અને સર્વ સમાજને જયારે આજે અનામતની જરૂર ઉભી થઇ છે તેનો જો યોગ્ય રીતે નિકાલ કરવામાં નહી આવે તો તેના માટે જોરદાર આંદોલન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના જામકંડોરણાના સદસ્ય મનોજભાઇ બાલધા, સેજુલભાઇ ભુત, પા કન્વીનર તેમજ ખેડૂત આગેવાન દેવરાજભાઇ સરધારા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા સહિતના આગેવાનો તેમજ ખેડૂતો અને તાલુકાના પાટીદાર સમાજના લોકોએ હાજરી આપી હતી.(૧.૧૨)

 

(12:14 pm IST)