Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

જસદણઃ કોઠી ગામની કન્યા શાળાના શિક્ષક સરોજબેનને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ

જસદણ તા.૮ : જસદણના કોઠી ગામની કન્યા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક સરોજબેન રામાનુજને શિક્ષક દિન નિમિતે તેમની કામગીરીને અનુલક્ષીને ગાંધીનગરમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમનું સન્માન કરતા એમને ઠેરઠેરથી અભિનંદનો મળી રહ્યા છે. ઇસ્વીસન ૧૯૯૭માં સરોજબેનની પસંદગી બાલગુરૂ તરીકે થઇ હતી તેઓ પપેટ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે જેમણે કન્યા કેળવણી, બેટી બચાવ-બેટી પઢાવો સાકીરતા અભિયાન અને મતદાન જાગૃતિની બેનમુન કામગીરી કરવામાં આવી છે. કબડ્ડીના માસ્ટર સરોજબેન કોઠી કન્યા પ્રાથમીક શિક્ષણ આપે છે.(તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી-જસદણ)

 

(9:56 am IST)