Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

શાપરવેરાવળના પારડીમાં જુગાર રમતા ૪ શખ્સો રૂ.૧.૨૫ લાખની મતા સાથે ઝડપાયા

શાપર વેરાવળ તા.૭: પોલીસ અધિક્ષક બલરામમીના સુચનાથી તથા ના.પો.અધિ. ડી.એમ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ આર.જી.સીધુ પો.સબ.ઇન્સ. શાપર (વે) પો.સ્ટે.ના તથા પો.હેડ.કોન્સ.ઉપેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ.માવજીભાઇ ડાગર તથા પો.કોન્સ.રવિરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ.અનિરૂધ્ધસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામી વિગેરે બધા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

તે દરમ્યાન પો.હેડ.કોન્સ.ઉપેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે  પારડી ગામ પાણીના ટાકા સામેથી પ્રકાશભાઇ મુળજીભાઇ સોલંકી (૨) ભરતભાઇ રાજાભાઇ પરમાર (૩)સંજયભાઇ રાણાભાઇ પરમાર (૪)હકાભાઇ લાલજીભાઇ પરમાર રહે. બધા પારડી તા.લોધીકાવાળાઓને રોકડ રૂ.૨૫,૪૫૦ તથા બે ઓટો રીક્ષાની કિ.રૂ.૧,૦૦,૦૦૦ના સાથે કુલ કિ.રૂ.૧,૨૫,૪૫૦ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.(૮.૯)

(12:17 pm IST)