Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વેણુ - ૨ ડેમના ૩ દરવાજા ૨ ફટ ખોલવામાં આવ્યા

ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા સાવચેત કરાયા

રાજકોટ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ ૨- ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે.  ડેમના ૩ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

(10:00 pm IST)