Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ધોરાજીમાં તાજીયા પડમાં આવ્યાની સાથે જ મેઘરાજાનો બીજો રાઉન્ડ શરુ

સાંજે તાજીયા પડમાં આવ્યા એ સમયે જ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધાર્યા

ધોરાજીમાં તાજિયા પડમાં આવ્યાની સાથે મેઘરાજાનો બિજો રાઉન્ડ શરુ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
ધોરાજી પંથકમાં આજરોજ અચાનક સાંજે તાજીયા પડમાં આવ્યા એ સમયે જ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધારી હતા
 મેઘરાજાની મહેરથી 15 ઇંચ જેટલું પાણી વરસી ચૂક્યું હતું. ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જે દરમીયાન ખેડૂતોએ પોતાના ખેતરોમાં નિંદામણ અને પાકની જાળવણી નો સમય મળી ગયો હતો. જ્યારે આજે સાંજે છ વાગ્યાથી મેઘરાજાની બીજાં રાઉન્ડની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી

(8:49 pm IST)