Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વડત્રા અને સોનારડીમાં ૧૯ જુગાર રમતા ઝબ્‍બે

ખંભાળીયા,તા. ૮ : વડત્રા ગામમાં આવેલ શારદા સોસાયટીમાં આવેલ બુદ્ધ ભગવાનના મંદિર પાસે સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ત્રણપત્તિ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા બે અલગ અલગ ફીલ્‍ડમાં રેઇડ દરમ્‍યાન રોકડા રૂાફ ૧૧,૦૦૦ તથા અન્‍ય મુદ્દામાલ મળી કુલ કિ. રૂા. ૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે કુલ આરોપીઓ ૧૨ ને પકડી પાડેલ છે. તથા સોનારડી ગામમાં આવેલ વાછરાડાડાના મંદિર પાસે લીમડાના ઝાડની નીચે સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ત્રણપતિનો નામનો જુગાર રમી રૂા. ૧૧,૧૪૦ તથા અન્‍ય મુદ્દામાલ મળી કુલ કિં. રૂા. ૫૪,૬૪૦ ના મુદ્દામાલ સાથે કુલ આરોપીઓ ૭ ને પકડી પાડેલ છે.

વડત્રા ખાતે જુગાર રમતા (૧)મોમાભાઇ કરશનભાઇ ચાવડા (૨) ગોકરભાઇ ઘેલાભાઇ ચાવડા (૩) લાખાભાઇ રાજાભાઇ ચાવડા (૪) ભલાભાઇ ઘેલાભાઇ ચાવડા (૫) ફોગાભાઇ આલાભાઇ ભરવાડ (૬) પુંજાભાઇ રામાભાઇ ચાવડા (૭) રામાભાઇ રતાભાઇ લાંબરીયા (૮) ભીખાભાઇ આલાભાઇ ભરવાડ (૯)રામાભાઇ રવાભાઇ ચાવડા (૧૦) સુરેશભાઇ રાણાભાઇ લાંબરીયા (૧૧) દેવશીભાઇ રાજાભાઇ ચાવડા (૧૨) સૈધાભાઇ પુંજાભાઇ ચાવડા.

સોનારડી ગામમાં જુગાર રમતા (૧) ચેતનદાસ રણછોડદાસ કાપડી રહે.સોનારડી, (૨) કાલીદાસભાઇ શંકરદાસભાઇ હરીયાળી રહે.નાઘેડી (૩) અંકીત ભીખાભાઇ દુધરેજીયા રહે. દ્વારકા પોલીસ સ્‍ટેશન સામે (૪) પ્રવિણદાસ દ્વારકાદાસ કાપડી રહે. નાઘેડી ગામ નવાપરા વિસ્‍તાર (૫) દીક્ષીતભાઇ ચેતનદાસ કાપડી રહે. સોનારડી ગામ આંબલી ફળીયુ (૬) પ્રવિણ ગુલાબદાસ ગોંડલીયા રહે. નંદાણા ગામ કન્‍યા શાળાની બાજુમાં (૭) કરણસિંહ સદુભા જાડેજા રહે. સોનારડી ગામ આશાપુરા મંદિરની બાજુમાંનો સમાવેશ થાય છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર પી.એમ.જુડાલ, પો.હેડ કોન્‍સ. રોહીતભાઇ નટવરભાઇ થાનકી, હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, ખિમાભાઇ કેશુરભાઇ કરમુર, જેઠાભાઇ સોમાભાઇ પરમાર, દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા, મહીદીપસિંહ સુરેન્‍દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ શિવયાસિંહ જાડેજા, યોગરાજસિંહ દીલીપસિંહ ઝાલા, કાનાભાઇ રાણાભાઇ લુણાએ કરી હતી.

(1:35 pm IST)