Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મોરબી : જુગારના ૫ દરોડામાં ૨૨ પકડાયા

માળીયાના નવા દેવગઢમાં ૨, ત્રાજપરમાં ૩, મોરબીના રાજનગરમાં ૭, ઇન્દિરાનગરમાં ૫ અને હરીઓમ પાર્કમાં પત્તા ટીંચતા ૫ ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૮ : મોરબી શહેર જિલ્લામાં જુગારના અલગ અલગ ૫ દરોડામાં ૨૨ પત્તા પ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નવા દેવગઢ ગામે કોળીવાસમાં જાહેમાં જુગાર રમતા મેરૃ કેશુભાઈ વાઘાણી અને વિજય મોરારજીભાઈ સુરેલીયાને રોકડ રકમ રૃ.૧૮૬૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ઙ્ગ

બીજા દરોડામાં મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ગામે મયુર સોસાયટી નજીક જાહેરમાં જુગાર રમતા જગદીશ ગોરધનભાઈ વરાણીયા, હિતેશ જેઠાભાઈ ટીડાણી અને મહેશ ગોરધનભાઈ વરાણીયાને રોકડ રકમ રૃ.૧૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેઙ્ગ

ત્રીજા દરોડામાં મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ રાજનગર પાછળ નાની કેનાલ રોડ પર જાહેરમાં જુગાર રમતા જયેશ પ્રભુભાઈ સનીયારા, દુલેરાઈ જીવરાજભાઈ અંબાણી, કૌશિક બેચરભાઈ ભોરણીયા, કલ્પેશ પટેલ, મનોજ કાન્તીભાઈ સવસાણી, જયેશ દેવજીભાઈ ભોરણીયા અને દેવશી દેવાનણભાઈ પીઠીયાને રોકડ રકમ રૃ.૪૧૩૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેઙ્ગ

ચોથા દરોડામાં મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઇન્દિરાનગર ખોડીયાર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ભરત કરશનભાઈ ગેડાણી, અલ્પેશ પ્રેમજીભાઈ થરેશા, યોગેશ વિક્રમભાઈ ધોળકિયા, હિરેન વિક્રમભાઈ ધોળકીયા અને રવિ પીતાંબરભાઈ લોદરીયાને રોકડ રકમ રૃ,૧૨૭૦૦ સાથે ઝડપી લીધા હતા.

પાંચમા દરોડામાં મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધુટુ હરિઓમ પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા વિમલ ઈશ્વરભાઈ એરવાડિયા, અજય પ્રવીણભાઈ બદ્રેશીયા, બાબુ કાનજીભાઈ ચાવડા, જીતેન્દ્ર વનજીભાઈ ભોરણીયા અને પીયુશ મનુભાઈ કડીવારને રોકડ રકમ રૃ.૩૨૮૪૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:13 pm IST)