Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

આદિત્યાણાના માધવ પંડિતે જન્મદિને લમ્પી ગ્રસ્ત ગાયોને હળદર-ગોળના લાડુઓ ખવડાવ્યા

(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્યાણા તા. ૮ :.. યુવા બ્રહ્મસમાજ અગ્રણી અને પોરબંદર પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થી આગેવાન માધવ પંડિતે ગામમાં લમ્પીગ્રસ્ર્ત ગાયોને લાડુઓ ખવડાવીને આજે પોતાના જન્મદિનની  પ્રેરક ઉજવણી કરી હતી.
તેઓએ વેસ્ટર્ન કલ્ચરથી જન્મ દિવસ ઉજવવાને બદલે અત્યારે ગાયમાતાને જે લમ્પી રોગ થાય છે તે ન થાય તેના માટે હળદર, કાળામરી, અને ગોળના લાડુ બનાવી ગામમાં ગાયોને લાડુ ખવડાવી  જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
માધવ એક લાડવા ગ્રુપ ચલાવે છે. આ ગ્રુપ દ્વારા મહિનામાં આઠમ અને અમાસ ઉપર ગામના શ્વાનોને લાડુ ખવડાવવામાં આવે છે. કોઇ કહે કે અમારે શ્વાનોને લાડુ ખવડાવવા છે તો આ ગ્રુપ લાડુ બનાવી આખા ગામના શ્વાનોને લાડુ ખવડાવે છે. ઉપરાંત આ ગ્રુપ ગામમાં કોઇપણ શ્વાન કે ગાય કે અન્ય પશુ ઇજાગ્રસ્ત થાય તો તેનું ડ્રેસીંગ કરે છે. અને સારવાર આપે છે. લાડવા ગ્રુપના યુવાનો ગુલાબ જોષી, દર્શીત  કંટારીયા, બ્રિજેશ ફલ્દુ, પ્રયાગ લાડાણી, ભરત જાડેજા, જયદેવ જોશી, પરેશ ભુવા, જય ભુવા, કલ્પેશ રાજયગુરૃ માધવ પંડિતને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં તેમના મો. ૭૯૪ર૦ ૯૯૬૯૯ ઉપર મળી રહી છે.

 

(1:12 pm IST)