Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ઇમામ હુસૈને યજીદ સામે સતાની ખાતર નહીં પરંતુ સત્‍યની ખાતર જંગ ખેલેલો!

હિજરી ૬૧ માં એટલે આજથી ૧૪૪૦ વર્ષ પહેલાં કારબલામાં સત્‍યની કાજે જંગ ખેલવા માં આવેલ હતો.

 કરબલામાં હિજરી ૧૪૪૦ માં યજીદ સામે જંગ કરવા માં આવ્‍યો તેમાં તે જંગ સત્‍યની કાજે હતો કોય સતા ની કાજે નહીં  યજીદોનું કહેવું કે દારૂ જુગાર વેભીસાર જેવી છૂટ છાટ આપવાની તેમની મેલી મુરાદ હતી પરંતુ તેની સામે હજરત ઇમામ હુસૈનને તેવાતનો ઇનકાર કરી યજીદના હજારોના ટોળા  સામે ઇમામ હુસૈને માત્ર ૭૨ સાથીઓ એ જંગ લડવાનું નક્કી કર્યું  આ જંગ માં  ઇમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓ ભૂખ્‍યાં તરસિયા જંગ લડતા રહ્યા તેમાં એક પછી એક ઇસ્‍લામ ની ખાતીર શહીદી વ્‍હોરી કયારે પણ ઇસ્‍લામ ધર્મની ખાતીર નમતુંનો આપ્‍યું જંગ લડતા રહ્યા યજીદોની મેલી મુરાદ ને પાર પાડવા હજરત ઇમામ હુસૈને સત્‍યની ખાતીર અને ઇસ્‍લામ ધર્મની ખાતીર હજરત ઇમામહુસૈને સર કટાયા પણ સર જુકાયા નહીં  એટલે કીધું કે કત્‍લે હુસૈન અસલમેં મરગે યજીદ ઇસ્‍લામ જીંદા હોતા હે તો હર કરબલા કે, બાદ   સત્‍ય ની માટે જંગ લડતા  હજરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ ચુનંદાઓ શહીદી વ્‍હોરી છે  ધર્મ માટે શહીદી વ્‍હોરે તે શાહિદ ગણાય ઇમામ હુસૈનનું નામ આજે પણ વિશ્વમાં ગુંજે છે સારા બૌધ્‍ધિકો દેશ અને વિશ્વના નેતાઓએ ઇમામ હુસૈન પાસે થી શીખ લીધી છે  ભારત દેશ ના સ્‍વ ગાંધી જીએ તો ત્‍યાં સુધી કીધું છે કે હજરત ઇમમા હુસૈન જેવા ૭૨ સિપાહી ઓ મારી પાસે હોત તો હું ૨૪ કલાકમાં દેશને આજાદી અપાવત.  યજીદના હજારોના ટોળા સામે જંગ કરનાર હજરત ઇમામ હુસૈનનું નામ નાકા ગલીઓમાં શહેરો માં રાજ્‍ય દેશ વિદેશ અને વિશ્વભરમાં ગુંજી રહ્યું છે અને યજીદોનું નામો નિશાન મિટાઈ ગયું છે.

    કારબલ ના જંગ માં ઇસ્‍લામ ધર્મ ખાતીર શહીદી વ્‍હોરનાર ૭૨ના નામ નીચે મુજબ છે.

(૧) હઝરત ઇમામ હુસેન, (૨) હઝરત અબ્‍બાસ બિન અલી, (૩) હઝરત અલી અકબર બિન હુસેન, (૪) હઝરત અલી અસગર બિન હુસેન, (૫) હઝરત અબ્‍દુલ્લા બિન અલી, (૬) હઝરત જઅફર બિન અલી, (૭) હઝરત ઉસ્‍માન બિન અલી, (૮) હઝરત અબુબકર બિન અલી, (૯) હઝરત અબુબકર બિન હસન બિન અલી, (૧૦) હઝરત કાસિમ બિન હસન બિન અલી, (૧૧) હઝરત અબ્‍દુલ્લા બિન હસન, (૧૨) હઝરત ઔન બિન અબ્‍દુલ્લા બિન જઅફર, (૧૩) હઝરત મોહમ્‍મદ બિન અબ્‍દુલ્લા બિન જઅફર, (૧૪) હઝરત અબ્‍દુલ્લા બિન મુસ્‍લિમ બિન અકીલ, (૧૫) હઝરત મોહમ્‍મદ બિન મુસ્‍લિમ, (૧૬) હઝરત મોહમ્‍મદ બિન સઈદ બિન અકીલ, (૧૭) હઝરત અબ્‍દુર્રહમાન બિન અકીલ, (૧૮) હઝરત જઅફર બિન અકીલ, (૧૯) હઝરત હબીબ બિન મોઝાહીર અસદી, (૨૦) હઝરત અનસ બિન હારીસ અસદી, (૨૧) હઝરત મુસ્‍લિમ બિન અવસજા અસદી, (૨૨) હઝરત કૈસ બિન અશર અસદી, (૨૩) હઝરત અબુ સમામાં બિન અબ્‍દુલ્લા, (૨૪) હઝરત બરીર હમદાની, (૨૫) હઝરત હન્‍ઝલા બિન અસદ, (૨૬) હઝરત આબેસ શાકેરી, (૨૭) હઝરત અબ્‍દુર્રહમાન રહબી, (૨૮) હઝરત સૈફ બિન હારીસ, (૨૯) હઝરત આમિર બિન અબ્‍દુલ્લા હમદાની, (૩૦) હઝરત જુન્‍દા બિન હારીસ, (૩૧) હઝરત શોઝબ બિન અબ્‍દુલ્લા, (૩૨) હઝરત નાફે બિન હેલાલ, (૩૩) હઝરત હજાજ બિન મસરૂક મોઅઝીન, (૩૪) હઝરત ઉમર બિન કરઝા,(૩૫) હઝરત અબ્‍દુર્રહમાન બિન અબ્‍દુલ રબ, (૩૬) હઝરત જુન્‍દા બિન કઅબ, (૩૭) હઝરત આમિર બિન જુન્‍દા, (૩૮) હઝરત નઈમ બિન અજલાન, (૩૯) હઝરત સઅધ  બિન હારીસ, (૪૦) હઝરત ઝહીર બિન કૈન, (૪૧) હઝરત સલમાન બિન મુધારિબ, (૪૨) હઝરત સઈદ બિન ઉમર, (૪૩) હઝરત અબ્‍દુલ્લા બિન બશીર,(૪૪) હઝરત વહબ કલબી, (૪૫) હઝરત હરબ બિન ઉમર - શેખ અલ-ઇસ્‍લામ કૈસ, (૪૬) હઝરત ઝહીર બિન આમિર, (૪૭) હઝરત બશીર બિન આમિર, (૪૮) હઝરત અબ્‍દુલ્લા અરવા ગફ્‌ફારી, (૪૯) હઝરત જૌન  ગુલામ અબુ ઝર ગફ્‌ફારી, (૫૦) હઝરત અબ્‍દુલ્લા બિન અમીર,(૫૧) હઝરત અબ્‍દુલ્લા બિન યઝીદ, (૫૨) હઝરત સલીમ બિન અમીર, (૫૩) હઝરત કાસિમ બિન હબીબ, (૫૪) હઝરત ઝૈદ બિન સલીમ, (૫૫) હઝરત નૌમાન બિન ઉમર,  (૫૬) હઝરત યઝીદ બિન સબિત, (૫૭) હઝરત આમીર બિન મુસ્‍લિમ, (૫૮) હઝરત સૈફ બિન માલિક, (૫૯) હઝરત જાબીર બિન હજાજ, (૬૦) હઝરત મસૂદ બિન હજાજ, (૬૧) હઝરત અબ્‍દુલ રહેમાન બિન મસૂદ, (૬૨) હઝરત બેકર બિન હૈઇ, (૬૩) હઝરત અમ્‍માર  બિન હસન તાઈ, (૬૪) હઝરત ઝરગામાહ  બિન માલિક, (૬૫) હઝરત કેનાનાહ બિન અતીક, (૬૬) હઝરત ઉકબાહ બિન સોલત, (૬૭) હઝરત હુર બિન યઝીદ તમિમી, (૬૮) હઝરત ઉક્‍બાહ બિન સોલત, (૬૯) હઝરત હબલા બિન અલી શૈબની, (૭૦) હઝરત કુનાબ બિન ઉમર, (૭૧) હઝરત અબ્‍દુલ્લા બિન યકિત, (૭૨) હઝરત અસલમ ગુલામ ઇ તુર્કી. (૩૦.૫)

 આલેખનઃ ઈકબાલ ગોરી, સાવરકુંડલા

(1:01 pm IST)