Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

બગસરાના હામાપુર ગામે ૬ જુગારી ઝડપાયા

અમરેલી : બગસરા તાલુકાના હામાપુર ગામે, હનુમાનપરા વિસ્‍તારમાં રાજુભાઇ દેવરાજભાઇ અદગામાના મકાનની બાજુમાં ખુલ્લી જગ્‍યામાં સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે (૧) જોરૂભાઇ વાસુરભાઇ મોડા (ઉવ.૪૦), (૨) મયુરભાઇ મનસુખભાઇ મણવર (ઉવ.૨૮), (૩) જગદીશભાઇ હકાભાઇ વાઘેલા (ઉવ.૨૨), (૪) વિપુલભાઇ નાગજીભાઇ થડેસા (ઉવ.૩૫) (૫) મુકેશભાઇ જીવાભાઇ અદગામા (ઉવ.૩૫), (૬) મુનાભાઇ શંભુભાઇ થડેસા (ઉવ.૩૫)ને રોકડા રૂા. ૧૩,૨૧૦ તથા મોટર સાયકલ-૩ કિં. રૂા. ૪૫,૦૦૦ તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂા. ૦૦/- મળી કુલ કિં. રૂા. ૫૮,૨૧૦નો મુદ્દામાલ સાથે ઝડપી લેવાની અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સી શ્રી. આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. 

(1:00 pm IST)