Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભાદર-મચ્‍છુ સહિત ૧૯ ડેમોમાં ૦.૧૦ ફુટથી રાા ફુટ નવા પાણીની આવક

રાજકોટ તા. ૮ :.. હળવો મધ્‍યમ ભારે વરસાદને કારણે રાજકોટ-મોરબી-જામનગર-દ્વારકા-સુરેન્‍દ્રનગર જીલ્લાના ભાદર - મચ્‍છુ ૧ સહિત કુલ ૧૯ ડેમોમાં ૦.૧૦ ફુટથી રાા ફુટ જેવા નવા પાણીની આવક થઇ છે, અમૂક ડેમોમાં સવારે ૮ વાગ્‍યા બાદ પણ ધીમી ધારે આવક ચાલુ હોવાનું નોંધાયું છે.

ભાદરમાં ૦.૧૦ ના વધાાર સાથે કુલ સપાટી ર૩.૭૦ ફુટે પહોંચી છે, મોજમાં ૦.૭૯ ફુટ, વેણું-ર ૦.૧૬ ફુટ, સોડવદર-૦ાા ફુટ, ન્‍યારી-૧ માં ૦.૧૬ ફુટના વધારા સાથે કુલ સપાટી ૧૯.૭૦ ફુટે પહોંચી છે.

આવી જ રીતે ફાડદંગબેટી ર.૪૬ ફુટ (કુલ સપાટી હાલ પ.૮૦) મચ્‍છુ-૧ માં ૦ાા ફુટના વધારા સાથે જીવંત સપાટી ર૭.ર૦ ફુટ થઇ છે, આ ડેમ ૪ર ફૂટે છલકાય છે. મચ્‍છુ-ર માં ૦.૮ર ફુટનો વધારો થયો છે. ડેમી-૧ ૦.૩૦, ડેમી-ર-૦.૬૬, ધોડાધ્રાઇ-૧.૧પ ફુટ, બ્રાહ્મણી-ર માં ૦.૪૯, ડેમી-૩ માં ૦.૩૩ ફુટ નવું પાણી આવ્‍યું છે.

જામનગરના ઉંડ-૧ માં ૦.૬ર ફુટ, ઉંડ-ર માં ૦.૩૩ ફુટ, ફલઝરમાં ૦.૪૩ ફુટ, વર્તુ-૧ માં ૦.૩૯, સીંધાણીમાં ૧.૩પ ફુટ અને ત્રિવેણી ઠાંગામાં ૧.૮૦ ફુટનો નવો વધારો થયાનું સિંચાઇના કન્‍ટ્રોલ રૂમના અધિકારી સૂત્રો ઉમેરી રહ્યા છે.

(12:10 pm IST)