Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ધોરાજીમાં મુખ્‍ય રસ્‍તાઓ સી.સી. રોડ બનાવવા માંગ

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૮ : શહેરમાં જેતપુર રોડ તરીકે ઓળખાતો સ્‍વસ્‍તિક ટ્રેડીંગ (અવેડા ચોક)થી જુનાગઢ રોડ રેલ્‍વે ફાટક સુધી તથા -શાંત પેટ્રોલ પંપ પાસેથી જમનાવડ રોડ રેલ્‍વે ફાટક સુધી હાલ ડામર રોડ છે વરસાદના કારણે તે રોડની ભયંકર પરિસ્‍થિતિ નિર્માણ થાય છે. તો તે જગ્‍યાએ છેલ્લા ૪-૫ વર્ષથી જેટલો સી.સી.રોડ છે તેમા એકપણ પ્રકારની મુશ્‍કેલી નથી તો આ દર્શાવેલ જગ્‍યા પર સી.સી.રોડ થાય તેવી માંગ વિસ્‍તારના સાંસદ સભ્‍ય રમેશભાઈ ધડુક દ્વારા પણ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીને લેખિતમાં રજુઆત કરેલ છે તેમ રાજકોટ જિલ્‍લ પંચાયત સદસ્‍ય વિરલભાઇ પનારાની યાદીમાં જણાવેલ છે.

(12:02 pm IST)