Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લાના લાંબા ગામનાં દરિયાકાંઠે ચરસનો જથ્‍થો ફેંકી જનારાની શોધખોળ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૮ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના લાંબા ગામના ભમરીયા પોઇન્‍ટ ખાતે ચરસનો જથ્‍થો મળ્‍યા બાદ અજાણ્‍યા શખ્‍સોની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ રાજકોટ વિભાગ - રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા દેવભુમિ દ્વારકા જિલ્લામાં આવેલ દરીયાઇ કાંઠા વિસ્‍તારમાં જરૂરી પેટ્રોલીંગ રાખવા પી.સી.સીંગરખીયા ઇન્‍ચા.પોલીસ ઇન્‍સપેક્‍ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અનુસંધાને ગુજરાતના અલગ અલગ જિલ્લાના દરિયાકાંઠા ઉપરથી શંકાસ્‍પદ માદક પદાર્થના પેકેટ મળેલ હોય જે અન્‍વયે અત્રેના જિલ્લાના દરિયાકાંઠાના લેન્‍ડીંગ પોઈન્‍ટ ફરજ બજાવતા સાગર રક્ષક દળના સભ્‍યોને તકેદારી રાખી કોઈ શંકાસ્‍પદ પેકેટ જોવામાં આવ્‍યે તાત્‍કાલીક જાણ કરવા જણાવેલ હતું જે અન્‍વયે આજરોજ લાંબા ગામના દરિયાકાંઠાના ભમરીયા પોઈન્‍ટ ખાતે એસ.આર.ડી.સભ્‍ય શ્રી આલાભા રાયાભા માણેક રહે.લાંબા વાળા પેટ્રોલીંગ માં હોય તે દરમ્‍યાન દરિયાકાંઠા ઉપર જાંબલી તથા લાલ કલરના પ્‍લાસ્‍ટીક પેકીંગના બે પેકેટ જોવામાં આવતા તેમને જે તે સ્‍થિતીમાં રહેવા દઈને તાત્‍કાલીક એ.એસ.આઇ. શ્રી ભિખાભાઇ નગાભાઇ ગાગીયા એસ.ઓ.જી. નાઓને જાણ કરતા સદર જગ્‍યાએ કલ્‍યાણપુર પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર એફ.બી. ગગનીયા તથા દ્વારકા સર્કલ આર.બી. સોલંકી સાહેબ તથા એસ.ઓ.જી. સ્‍ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી પુર્ણ કરી કોઇ અજાણ્‍યા ઇસમો અથવા ઇસમ દ્વારા પોતાના અંગત ફાયદા માટે માદક પદાર્થ ચરસની હેરાફેરી કરી કોઇપણ કારણોસર દરીયામાં અથવા દરીયાકાંઠે કુલ ૨૨૫૨.૪ ગ્રામ કિ.રૂ. ૩,૩૭,૮૬૦ નો પકડાઇ જવાની બીકે છોડી દઇ એન.ડી.પી.એસ. કલમ ૮(સી), ૨૨(સી) મુજબ ગુન્‍હો કરેલ હોય તેના વિરૂધ્‍ધમાં ધોરણસરની કાર્યવાહી થવા એફ.બી.ગગનીયા, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન જિ.દેવભૂમિ દ્વારકાનાઓએ શ્રી સરકાર તરફે પોતાની ફરિયાદ નોંધાવેલ છે તેમજ આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.

 કામગીરી શ્રી આર.બી. સોલંકી સાહેબ, સર્કલ પોલીસ ઇન્‍સપેક્‍ટર, દ્વારકા સર્કલ, એફ.બી.ગગનીયા, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન જિ.દેવભૂમિ દ્વારકા, શ્રી હરદેવસિંહ જાડેજા, એ.એસ.આઇ. એસ.ઓ.જી.,દેવભુમિ દ્વારકા, શ્રી ભિખાભાઇ નગાભાઇ ગાગીયા,એ.એસ.આઇ. એસ.ઓ.જી.,દેવભુમિ દ્વારકા, શ્રી દિનેશભાઇ માડમ, પોલીસ હેડ કોન્‍સ. એસ.ઓ.જી.,દેવભુમિ દ્વારકા, શ્રી નરેન્‍દ્રસિંહ રાઠોડ, પોલીસ હેડ કોન્‍સ. એસ.ઓ.જી.,દેવભુમિ દ્વારકા, શ્રી વિજયસિંહ જાડેજા, પોલીસ કોન્‍સ., એસ.ઓ.જી.,દેવભુમિ દ્વારકા, આલાભા રાયાભા માણેક રહે.લાંબા, એસ.આર.ડી. સભ્‍ય, કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશનએ કરી હતી.

(12:18 pm IST)