Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મોરબીના રાજપર ગામે માજી સૈનિક પરિવારોનું સંમલેન યોજાયું : મેડીકલ-પેન્શન અને કેન્ટીનના પ્રશ્નો રજુ થયા.

સંમેલનમાં જીલ્લામાં વસતા માજી સૈનિક પરિવારો ઉપરાંત સૈન્યના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા

મોરબી જીલ્લામાં વસતા માજી સૈનિક પરિવારો માટે આજે રાજપર ખાતેની પટેલ સમાજ વાડી ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં સૈન્યના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ માજી સૈનિક પરિવારોએ ઉપસ્થિત રહીને સંમેલનને સફળ બનાવ્યું હતું

મોરબી જીલ્લા માજી સૈનિક મંડળ દ્વારા આજે રાજપર ખાતેની પટેલ સમાજ વાડીમાં સંમેલન યોજાયું હતું જેમાં વિવિધ સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા માજી સૈનિકોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે કેન્ટીન કાર્ડ, પેન્શન તેમજ મેડીકલ સહિતના પ્રશ્નો સ્થળ પર રજુ કરવામાં આવ્યા હતા અને પ્રશ્નો સ્થળ પર ઉકેલાય તે માટે સ્ટોલ રાખવામાં આવ્યા હતા
સંમેલનમાં જીલ્લામાં વસતા માજી સૈનિક પરિવારો ઉપરાંત સૈન્યના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેને માજી સૈનિકોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા સાથે જ રાજપર ડેવલપમેન્ટ ગ્રુપના સહયોગથી માજી સૈનિક પરિવારો માટે ભોજનનું પણ આયોજન કરાયું હતું તો સૈનિકોને સન્માન આપવા રાજપર પટેલ સમાજ વાડી પણ નિશુલ્ક આપવામાં આવી હતી.

 

(10:30 pm IST)