Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

પોરબંદર ઇન્દીરાનગર જાહેરમાં જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી લેતી કમલાબાગ પોલીસ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લામાંથી દારુ/જુગારની બદી દૂર કરવા માટે આપેલ સુચના અન્વયે તથા પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. જે.સી.કોઠીયા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ.એચ.એલ.આહીરના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પો.સબ.ઈન્સ. એચ.એન.ચુડાસમા સર્વલન્સ સ્કવોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટોલીગમાં હતા

 દરમ્યાન પો.હેડ કોન્સ ભરતસીંહ તથા પો.કોન્સ વિજયભાઇને બાતમી મળેલ કે, પોરબંદર ઇન્દીરાનગર વાછરાડાડા મંદીર સામેની ગલીમાં સ્ત્રી-પુરૂષો જાહેરમાં તીન પતીનો હારજીતનો જુગાર રમતા હોય જે હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા ત્રણ સ્ત્રી તથા બે પુરૂષ એમ કૂલ પાંચ લોકો જુગારના સાહીત્ય તથા રોકડા રૂ.૧૦,૬૩૦ ના મુદામાલ સાથે મળી આવતા તેઓની સામે જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરાવેલ.છે 

  ઝડપાયેલા આરોપી (૧) ધયા ડોસાભાઇ  કોડીયાતર (ઉવ.૬૫)( રહે. ઇન્દીરાનગર વાછરાડાડાના મંદીરની સામેની શેરી પોરબંદર) (ર) સુનીલ કરશનભાઇ ચરસીયા(ઉવ.૨૯ ) (રહે. ઇન્દીરાનગર વાછરાડાડાના મંદીર પાસે પોરબંદર) (૩) ડાયબેન વા/ઓ ડાયાભાઇ રૈયાભાઇ કરમટા( ઉવ.૪૫ ) ( રહે. ઇન્દીરાનગર વાછરાડાડાના મંદીરની સામે શેરીમાં પોરબંદર)(૪) કવિબેન ઉફે કડવી વા/ઓ બાલુભાઇ જીવાભાઇ મોરી (ઉવ.૪૫ ) (રહે. પેરેડાઈજ સીનેમાં પાછળ રબારીકેડા પોરબંદર) (૫) રાજીબેન વા/ઓ સુનીલભાઇ કરશનભાઇ ચરસીયા( ઉવ.૩૦) (  રહે. ઇન્દીરાનગર વાછરાડાડાના મંદીર પાસે પોરબંદર) સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.એલ.આહીર તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. એચ.એન.ચુડાસમા તથા એ.એસ.આઇ. વી.એસ.આગઠ , પો.હેડ.કોન્સ જે.આર.કટારા ,બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ , ભીમશીભાઇ , ચંદુભા, કનકસિંહ, વિરેન્દ્રસીંહ , અક્ષયભાઇ , સોનાબેન વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

(10:59 pm IST)