Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ધોરાજી જૂનાગઢ રોડ ઉપર એસટી બસ અને કાર અથડાતા 3 લોકોના કરૂણમોત : પાંચને ઈજા

પાટણવાવ સરકારી હોસ્પિટલના ડો. સુરેશ વડાલીયાનુ સારવાર દરમિયાન મોત

ધોરાજી : ધોરાજી જુનાગઢ રોડ તોરણીયા ના પાટીયા નજીક કાર અને એસટી બસ અથડાતા કારમાં બેસેલા ડોકટર સાથે યુવક અને યુવતી ઘટના સ્થળે જ મોત અને કારના ચાલક પાટણવાવ માં સરકારી હોસ્પિટલના ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. સુરેશ વડાલીયા ને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન તેમને પણ મોત નીપજ્યું હતું
જુનાગઢ જામનગર રૂટની એસટી બસ ધોરાજી તરફ આવતી હતી ત્યારે ધોરાજી તાલુકાના તોરણીયા ના પાટીયા થી નજીક ઇન્ડિકા કાર લઈને પાટણવાવ સરકારી હોસ્પિટલના ડોક્ટર સુરેશ વડાલીયા જુનાગઢ તરફ જતા હતા એવા સમયમાં તેમને પોતાનો કાબૂ ગુમાવી દેતા એસટી બસ સાથે કાર ટકરાતાં એસટી બસમાં ખાડામાં ઉતરી ગઈ હતી અને કાર પણ રસ્તાથી ખાડામાં ઉતરી જતા બંનેને ગંભીર અકસ્માતના બનાવમાં કારમાં બેસેલા એક યુવક અને યુવતી નું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. તેમ જ કારચાલક ડો. સુરેશ વડાલીયા ગંભીર હાલતમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર આવશે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે એ પહેલાં જ મૃત્યુ થયું હતું

આ અંગે ધોરાજીના  મહિલા પી.એસ.આઇ  નયનાબેન કદાવલા  તેમજ ધોરાજી મામલતદાર કે. ટી. જોલાપરા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી ગયા હતા. અને માહિતી આપેલ કે અકસ્માત માં બે વ્યક્તિના મોત થયા છે. જેમાં (1) સેજલબેન ખીમજીભાઈ વેકરિયા ઉવ 24 જેમનું મૂળ ગામ ભેસાણ તાલુકાનું ગળથ હાલ મોટી મારડ ગામે હોસ્પિટલમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ચાર- પાંચ માસથી ફરઝ બજાવે છે. તેમની સાથે તેમના કુટુંબી ભાઈ(2) ધ્રુવ કારાભાઈ વેકરિયા ઉવ 14 નું ઘટના સ્થળે મોત થયુ હતું. અને પાટણવાવ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરઝ બજાવતા

(3) ડો. સુરેશ વડાલીયાને ગંભીર ઇજા થતાં તેમને રાજકોટ રીફર કરાયા હતા. જેઓનો રસ્તામાં સારવાર મળે તે પહેલાં જ અવસાન થયું હતું જેથી મૃત્યુ આંક ત્રણ ઉપર પહોંચ્યો હતો જ્યારે એસટી બસની અંદર કંડકટર અનિરુદ્ધસિંહ ચાવડા તેમજ અન્ય ત્રણ થી ચાર મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ થઈ છે ટોટલ 24 મુસાફરોને ઇમર્જન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાતમામ દર્દીઓને ૧૦૮ મારફત ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
ઉપરોક્ત બનાવવા અંગે ધોરાજી પોલીસને ને ધોરાજી એસટી ડેપોના મેનેજર રાજેશભાઈ ઠુમ્મરે તાત્કાલિક ધોરાજી પોલીસ ને જાણ કરતાં પીએસઆઇ નયનાબેન કદાવલા ઘટનાસ્થળે પહોંચી  ગયા હતાધોરાજી જૂનાગઢ રોડ ઉપર કાર અને એસટી બસ નો ગોઝારો અકસ્માત નોંધાતા આ વિસ્તારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું

(8:11 pm IST)