Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

મોરબી પાસે ટ્રક સાથે બોલેરોનો બૂકડો ભૂજના શખ્સનું મોત : બેને ઇજા

મોરબી તા. ૮ : માળિયા હાઈવે પર ગઈકાલે થયેલા અકસ્માતની શાહી હજુ ભુસાઈ નથી ત્યાં આજે ફરી એક અકસમાત સર્જાયો છે જેમાં એક વ્યકિતનું મૃત્યુ નીપજયું હતું તો ૨ લોકોને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક ટ્રક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સજર્યો હતો અને અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો કાર બુકડો બોલી ગઈ હતી. તો અકસ્માત અંગે મોરબી તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા પાસથી માહીતિ મળી હતી કે આ અકસ્માતમાં જાકુબ અબ્દુલા પંખેરિયા (ઉ.૪૯) રહે મિરજાપર ગામ કચ્છ-ભુજ વાળાનું મૃત્યુ નીપજયું હતું તો બે લોકોને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.(

(12:46 pm IST)