Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ગોંડલ રાજકોટ-શહેર ગ્રામ્ય -૧૮૧ ટીમ દ્વારા મહિલા શિક્ષણ દિવસની ઉજવણી

ગોંડલઃ રાજય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગતઙ્ગ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા સાતમા દિવસે મહિલા શિક્ષણ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ તાલુકા અને રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાના હરીપરપાળ, લીલી સાજડીયાળી, રામોદ, કોટડા સાંગાણી, ગઢકા વગેરે ગામો અને શહેરના રેલનગર વિસ્તારની મહિલાઓને વેબિનારના માધ્યમથી જોડી રાજયના મહિલા આયોગના અધ્યક્ષ શ્રી લીલાબેન અંકોલિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યશ્રી ડો. રાજુલબેન દેસાઈ દ્વારા મહિલાઓ શિક્ષણ દ્વારા અગ્રેસર કરેઙ્ગ તેમજ સામાજિક, વ્યાવસાયિક વગેરે ક્ષેત્રે આગળ વધવા શિક્ષણનું મહત્વ તેમજ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ચાલતી મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારીઙ્ગ આપવામાં આવેલ તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવાના કર્મચારીઓને વેબીનાર ના માધ્યમથી તાલીમઙ્ગ આપેલ અનેઙ્ગ સાથે સાથે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા ગુજરાતની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ ગણાવી મહિલા હેલ્પ લાઈન સેવાના કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી હતી વેબિનાર પૂર્ણ થયા બાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલાઓ ને ૧૮૧ સેવા વિષે અને અન્ય મહિલાલક્ષી સેવાઓથી માહિતગાર કરાયા હતા. તે પ્રસંગની તસ્વીર.

(11:58 am IST)