Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સીઝનની શરૂઆતમાં જ મોટી નુકશાની

ઓખાથી માછીમારી માટે ગયેલી બોટો પરત બોલાવી

ઓખા તા. ૮ :.. ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાનો ૧ર૦ કી.મી.નો દરીયા કિનારો માચ્છમારોનું સ્વર્ગ ગણાય છે. આ ઉદ્યોગ દેશને કરોડો રૂપિયાનું હુડીયામણ સાથે લાખો લોકોને રોજગારી આપે છે. અહીં ૧ ઓગસ્ટથી ૧ મે સુધી નવ માસ માટે માચ્છીમરો દરીયો ખેડે છે. છેલ્લા એક વર્ષથી માચ્છીમારી ઉદ્યોગ મરણ પથારીએ પડેલ છે. તેમાંયે છેલ્લા છ મહીનાથી કોરોના મહામારીને કારણે બંધ પડેલ આ માચ્છીમારી સીઝન ૧ ઓગસ્ટ ર૦ર૦ થી ચાલુ થયેલ ત્યારે ઓખાથી ૧પ૦૦ જેટલી બોટો ફીસીંગ કરવા ગયેલ.

હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીની સાથે સાથે દરીયામાં પણ ભારે કરન્ટ જોવા મળતા ઓખા ફીસરીઝ કચેરી દ્વારા દરીયો ખેડી રહેલ તમામ માચ્છમારી બોટોને પરત બોલાવી લેવાય છે. જેને કારણે માચ્છીમારોને સીઝનની શરૂઆત જ મોટી નુકશાની ભોગવી પડેલ છે.

મૃત પ્રાંત થયેલ આ માચ્છીમારી ઉદ્યોગને ઉગારવા સરકારશ્રી તરફથી કોઇ સહાય યોજના બહાર પાડે તેવી માચ્છીમારોની માંગ છે. જો હવે તંત્ર ધ્યાન નહી આપે તો આ ઉદ્યોગ પડી ભાગશે. અને લાખો લોકો બેકારીના ખપ્પરમાં હોમાઇ જશે. તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.

(11:57 am IST)