Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ઉનાના મોટા ડેસર ગામે જુગાર રમતા ૯ શખ્સો ૩પ હજાર રોકડ સાથે ઝડપાયા

ઉના, તા. ૮ : તાલુકાના મોટા ડેસર ગામે જુગાર રમતા ૯ને પોલીસે રૂ. ૩પ હજાર ૮૪૦ રોકડા પકડી પાડયા છે.

જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીની સૂચનાથી પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી તથા કમલેશભાઇ પીઠડીયા, નીલેશભાઇ છગનભાઇ, જગદીશભાઇ કરશનભાઇ, ભીખુશા બચુશા, ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ ગોહીલે મોટા ડેસર ગામે ચામુંડા માતાજીના ઓટલા ઉપર જુગાર રમતા જેસા ઉકા બાંભણીયા, અરજણ ભાણા સોલંકી, બીજલ કરશન બાંભણીયા, ચનુ ભગવાન બાંભણીયા જગા ભીખા શીંગોડ, લખમણ સીદી બાંભણીયા, કિશોર વાલજી બાંભણીયા, પાંચા કચરા બાંભણીયા, મહેશ ધીરૂ પરમાર રે. તમામ મોટા ડેસર વાળાને રૂ. ૩પ૮૪૦ રોકડા સાહિત્ય સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:57 am IST)