Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

જસદણ સેવા સદનમાં રાજય સરકારનાં સહયોગથી નિર્માણ જીમનું કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ઉદ્ઘાટન

આટકોટ તા. ૮ :.. જસદણ સેવા સદનમાં રાજય સરકારના  સહયોગથી કરોડોના ખર્ચે ચાલુ થયેલ જીમમાં આજે સવારે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા મામલતદાર ઝાલા સહિતનાઓએ કસરત કરી લોકો માટે આજે ખુલ્લુ મુકયુ હતું.

જસદણ સેવા સદન ખાતે રાજય સરકારના સહયોગથી અને કુંવરજીભાઇ બાવળીયાના પ્રયત્નોથી અતિ આધુનિક સાધનો દ્વારા જસદણમાં જીમ શરૂ કરવામાં આવ્યું છે.

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના વિભાગમાં અગાઉ નિયામક ફાલ્ગુનીબેનને કોરોના પોઝીટીવ આવ્યા બાદ કુંવરજીભાઇ હોમ કોરોન્ટાઇન થયા હતાં તેની અવધી ગઇકાલે પુરી થઇ હતી. બાદ આજે સવારે કુંવરજીભાઇ જસદણ સેવા સદન પહોંચી તેમણે પણ જીમમાં કસરત કરી પોતાની ફિટનેશ સાબીત કરી હતી.

કુંવરજીભાઇ સાથે પ્રાંત અધિકારી જસદણ મામલતદાર ઝાલા જસદણ નાગરીક બેંકના ડીરેકટર ચંદુભાઇ કચ્છી, ભાજપ અગ્રણી અશોકભાઇ મહેતા, પોપટભાઇ રાજપરા, પાલિકા સદસ્યો દીપુભાઇ ગીડા, અલ્પેશભાઇ રૂપારેલીયા, બીજલ ભેંસજાળીયા, નરેશ ચોહલીયા, વર્ષાબેન સખીયા, રાજાભાઇ કુંભાણી, કેતનભાઇ લાડોલા, દુર્ગશભાઇ કબાવત, ચીફ ઓફીસર પંડયા, અનિલભાઇ મકાણી, પાલિકાના ફાયર સ્ટાફના કર્મચારીઓ સહિતના સોશ્યલ ડીસ્ટન્સ રાખી જોડાયા હતાં.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આ જીમનાં ઉદઘાટન કુંવરજીભાઇના હસ્તે થયુ હતુ ત્યારે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન થયુ હોવાની ચર્ચા જાગી હતી. હવે સરકારની સુચના મુજબ જીમ ચાલુ થઇ ગયા હોય આજે બધાએ કસરત કરી તેમની ફિટનેશ સાબીત કરી હતી.

જસદણમાં પ્રારંભ થયેલા આ જીમથી લોકોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.

(11:59 am IST)