Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

મોરબી લાયન્સનગરમાં કાદવ-કીચદ

મોરબીઃ છેવાડાના વિસ્તાર લાયન્સનગર વિસ્તાર સાથે તંત્રના ઓરમાયું વર્તનથી પ્રાથમિક સુવિધાઓ આપી શકયું નથી અનેક વખત રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઈ પગલા લેવાતા નથી ત્યારે હાલના ચોમાસાના દિવસોમાં લાયન્સનગર વિસ્તાર નર્કાગારમાં ફેરવાઈ ગયો છે વરસાદને પગલે વિસ્તારના મુખ્ય માર્ગો પર કાદવ કીચડનું એવું સામ્રાજય ખડકાયું છે કે અહીંથી રાહદારીઓ તો ચાલીને નીકળવાનું પણ વિચારી સકતા નથી તો વાહન ચાલી સકે તેવી સ્થિતિ પણ રહી નથી અને નાછૂટકે વાહનચાલકોને ફરજીયાતપણે અહીંથી પસાર થવું પડે છે ત્યારે અનેક વાહનો કીચડમાં ફસાઈ જતા હોય છે પ્રતિદિન વાહનો ફસાય જવાના બનાવો બને છે અને કીચડના સામ્રાજયથી સ્થાનિકોને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે. કાદવમાં ફસાયેલા વાહનની તસ્વીર.(તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

(11:53 am IST)