Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ગીર સોમનાથ જિલ્લાની ૫ નગરપાલિકાને વિકાસ કાર્યો માટે રૂ.૬.૭૫ કરોડના ચેક અર્પણ

ઇણાજ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી આહિરના હસ્તે ચેક અર્પણ કરાયા : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી રાજ્યભરની નગરપાલીકાના સર્વાંગી વિકાસ માટે ઇ-ચેક અર્પણ સમારોહ યોજાયો

પ્રભાસ પાટણ,તા.૮: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલના કાર્યકાળના તા.૭ ઓગસ્ટના રોજ સફળતાપુર્વક ૪ વર્ષ પરીપુર્ણ થતા ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર ખાતે થી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને રૂ.૧૦૦૦ હજાર કરોડની રકમના ચેક અર્પણ માટે સમારોહ યોજાયો હતો.

જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ ચેક અર્પણ કાર્યક્રમ બાદ રાજયકક્ષાના મંત્રીશ્રી વાસણભાઈ આહીર,ઙ્ગરાજયબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા,પુર્વમંત્રીશ્રી જશાભાઈ બારડ,ઙ્ગકલેકટરશ્રી અજયપ્રકાશ સહિતના મહાનુભાવોએ નગરપાલીકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓને નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટેના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

જેમાં વેરાવળ નગરપાલિકાને રૂ.૨.૫૦ કરોડ,ઙ્ગઉના નગરપાલિકાને રૂ.૧.૫૦ કરોડ,કોડીનાર નગરપાલીકાને રૂ.૧.૧૨૫૦ કરોડ,સુત્રાપાડા નગરપાલિકાને રૂ.૧.૧૨૫૦ કરોડ અને તાલાળા નગરપાલિકાને રૂ.૫૦ લાખ મળી જિલ્લાની કુલ પ નગરપાલિકાને રૂ.૬.૭૫ કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે,કોરોનાના કપરા કાળ વચ્ચે પણ ગુજરાતની વિકાસયાત્રા વણથંભી રહે અને વિકાસ ન અટકે તે માટે રાજયભરની નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૦૬૫ કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ કાર્યકાળ સંભાળ્યાના ૪ વર્ષ પૂર્ણ થતા શહેરી વિસ્તારને આધુનિક,ઙ્ગરહેવાલાયક,ઙ્ગમાણવાલાયક અને રળિયામણું બનાવવા માટે કરોડો રૂપિયાની ભેટ આપી છે. પર્યાવરણનો ભોગ ન લેવાય અને પ્રદુષણ મુકત શહેર માટે સ્વર્ણિમ ગુજરાત જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં છે. જયાં માનવી ત્યાં સુવિધાના મંત્ર ગુજરાત સરકારે સાર્થક કરી તે દિશામાં અવિરત કામો કરવામાં આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલે,મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓને ફાળવવામાં આવેલ રકમના વિકાસના કાર્યો વહેલીતકે શરૂ કરી ફાળવેલી ગ્રાન્ટ સમયમર્યાદામાં પુર્ણ કરવા જણાવ્યું હતું.

(11:52 am IST)