Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

બાબરા-૧ાા, ખાંભા-૧ ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો-ભારે વરસાદ

સવારે રાજકોટ કલ્યાણપુર- ભાણવડ- ગીરગઢડા- તાલાલા- વેરાવળ- સુત્રાપાડા- લાલપુરમાં ઝાપટા

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ સાથે હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે ઝાપટા  વરસી રહ્યા છે.

બાબરામાં દોઢ ઇંચ, અમરેલી જીલ્લાના ખાંભા ૧ ઇંચ વરસાદ પડયો છે.

જયારે સવારે રાજકોટ, કલ્યાણપુર, ભાણવડ, ગીરગઢડા, તાલાલા-વેરાવળ, સુત્રપાડા, લાલપુરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

જુનાગઢ

જુનાગઢ : કેશોદ, મેંદરડા, માળીયા અને વંથલી વિસ્તારમાં આજે સવારથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે.

છેલ્લા ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં કુલ ર૭૯ મી.મી. વરસાદ નોંધાયો હતો જેમાં કેશોદમાં ૭૬ મી. મી., ભેંસાણ રપ, મેંદરડા ર૯, મી. મી. અને વિસાવદરમાં ૯૪ મી. મી. નોંધપાત્ર વરસાદ હતો.

ગઇકાલે સવારના આઠ વાગ્યાથી વરસાદને બ્રેક લાગી ગઇ હતી. રાત્રીના પણ મેઘરાજાએ મહંદ અંશે આરામ કર્યો હતો.

જો કે આજે સવારથી મેઘાએ ફરી આળસ મરડી છે. સવારના પ્રારંભીક ૬ થી ૧૦ ના ચાર કલાકમાં કેશોદમાં પ મી. મી., જુનાગઢ બે મી. મી., માળીયા -પાંચ મી. મી., મેંદરડા ૪, અને વંથલીમાં બે મી.મી. વરસાદ નોંધાયો હતો.

જામનગર

જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં પોણો ઇંચ, ધુનડા, મોટા ખડબા, પીઠડ, ધુતારપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જયારે હડીયાણા, જાલીયાદેવાણી, લૈયારા, શેઠવડાળા, જામવાડીમા ઝાપટા પડયા છે. આ ઉપરાંત જામનગર, કાલાવડ, ધ્રોલ, લાલપુરમાં પણ ઝાપટા વરસ્યા છે.

(11:49 am IST)