Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

આજે નાગપંચમીની ઉજવણી : ટંકારાના નેકનામમાં નાગદેવતાએ દર્શન દીધા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં જન્માષ્ટમી પર્વની 'ઘરે બેઠા' જ ઉજવણી કરાશે : કાલે રાંધણ છઠ્ઠ

ટંકારાઃ તાલુકામાં નેકનામ ગામે નાગ પંચમી નિમિત્ત્।ેના નાગ દર વર્ષે કરાઇ છે. આ વર્ષે, આજે નાગ પંચમી ની પૂજા લોકો દ્વારા કરાયેલ. નાગદેવતા ને ગ્રામજનો દ્વારા દૂધ ધરાયેલ. આ સમયે નાગદેવતા પધારેલ. અને દૂધ પીતા હોવાનું ગ્રામજનો જણાવે છે.ઙ્ગ સામાન્ય રીતે માણસો હોય ત્યાં નાગ દૂર રહે છે. પરંતુ આજે માણસોની હાજરીમાં પણ નાગ આજે હાજર રહેલઅને દૂધ પીતો હોય એવું લોકોનું કહેવું છે. આ વિષય શ્રદ્ઘા અને અંધશ્રદ્ઘાનો છે માની ન શકાય એવી આ વાત છે છતાં નાગદેવતા હાજર રહેલ એક હકીકત છે. (તસ્વીર-અહેવાલઃ હર્ષદરાય કંસારા-ટંકારા) (૨૨.૧૭)

રાજકોટ,તા. ૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છનાં જન્માષ્ટમી પર્વનો ગઇ કાલથી પ્રારંભ થયો છે. આજે નાગપાંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે નાગપંચમીના દિવસે ટંકારાના નેકનામમાં નાગદેવતાએ દર્શન દેતા લોકો ઉમટ્યા હતા અને દૂધનો અભિષેક કરીને પૂજન કર્યું હતું.

મહાદેવજીએ સર્પ ધારણ કરેલ છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહેલું છે. નાગોમાં હું વાસુકી નાગ છું સમુદ્ર મંથન વખતે નાગે સાધા રૂપ બની પ્રભુ કાર્યમાં લોકહિત કાર્યમાં મદદરૂપ બની અને સમુદ્રમાંથી અમૃત મેળવવામાં ભગવાન અનેક દેવોને વાસુકી નાગે જ મદદ કરેલી. ભગવાન વિષ્ણુ પર સમુદ્રમાં શેષ નાગની શૈામાં શયન કરે છે. નાગપાંચમના દિવસે સવારના વહેલા ઉઠી નિત્ય કર્મ કરી ઘરના પાણીયારે મંદિરે દીવો કરી બાજરાની કુલેર નાળીયેર સાથે તલવટ કરી આગલા દિવસે પલાળેલા મગ, મઠ, કઠોનું નેવૈદ્ય  ધરાવવું, એકટાણુ કરવું, પૂજન કરતી વખતે નવકુળ નાગદેવના નવ નામો બોલવા : (૧) અનંત (૨) વાસુકી (૩) શંખ (૪) પહ્મનાભ (૫) કંઠબલ (૬) શંખપાલ (૭) ધૃતરાષ્ટ (૮) તક્ષક (૯) પીંગલ. સાંજે નાગપંચમીની વાર્તા સાંભળવી.

નાગપાંચમના દિવસે જે કોઇ લોકોને જન્મકુંડળીમાં નાગદોષ હોય, કાલ સર્પ યોગ, પિતૃદોષ હોય તેમણે નાગ પાંચમનું વ્રત રહેવાથી, નાગનું પુજન કરવાથી રાહત મળે છે. જે લોકોને  ભયાનક સપના આવતા હોય તો તે દુર કરવા માટે નાગપંચમીનું વ્રત કરવાથી રાહત મળે છે.તેવું શાસ્ત્રોમાં જણાવ્યું છે.

ટંકારા

ટંકારાઃ આજે ટંકારાના નેકનામ ગામે નાગપંચમીના નાગદેવના દર્શન થયા હતા. રબારી વાસ વિસ્તારમાં નાગ નીકળતા શ્રધ્ધાળુ દ્વારા દુધાભિષેક ફુલ પુજા સહિત દર્શન કર્યા હતા. નાગે દર્શન દીધાની વાત વાયુ વેગે ફેલાતા દર્શન કરવા નગરજનો દોડ્યા હતા. સવારે ૬ વાગ્યે નાગદાદાએ બે-ત્રણ સુધી દર્શન દીધા હતા.

(11:48 am IST)