Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

કલ્યાણપુરના રાણ ગામમાં પતિએ દવાખાને પછી જઇશુ તેમ કહેતા સગર્ભા પત્નિનો આપઘાત

ખંભાળીયા, તા.૮: રાણ ગામે રહેતી રૂપલબેન કેશવભાઇ સાંખરા (ઉ.વ.૨૩) ની ગઢવી પરિણિતાને પેટમાં સાડા ચાર માસનો ગર્ભ હોય તેને દવાખાને બતાવવા જવાનું હોવાથી પતિ કેશવભાઇને વાત કરતા પતિ કેશવભાઇએ જણાવેલ કે, ખેતરમાં માંડવીના ચાર પાંચ પંપ છાંટી આવું પછી દવાખાને જઇએ જે બાદ કેશવભાઇ વાડીમાંજતાં પાછળથી પરિણીતાએ ઘરમાં રહેલ પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે કલ્યાણપુર પોલીસે નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ખંભાળિયા ગાયત્રીનગર વિસ્તારમાં જુગાર રમતી પાંચ મહિલા ઝબ્બે

ગાયત્રીનગર વિસ્તારમાં કેટલીક મહિલાઓ જાહેરમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા જૂગાર રમતી મંજુબેન મુળજીભાઇ વાઘેલા, મીનાબેન જગદીશભાઇ લગધરીયા, ઉષાબેન ભરતભાઇ સોનગરા, તૃપ્તીબેન અજયભાઇ કાપડી, ગીતાબા જટુભા જાડેજા તમામને રોકડ રૂ.૧૪,૨૧૦ની મતા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોરાણાની પરિણીતાને પતિ સહિત સાસરીયાનો ત્રાસ

કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે સાસરીયે અને હાલ ભાણવડ તાલુકાના ગુંદા ગામે રહેતી પરિણીતા શાંતીબેન નાગભાઇ મોઢવાડીયાએ મહિલા પોલીસ મથકમાં પતિ નાગા ભીમા મોઢવાડીયા, સસરા ભીમા રામા મોઢવાડીયા સાસુ (( ભીમાભાઇ મોઢવાડીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલી છે. કે તેમના લગ્નજીવન દરમ્યાન પતિ, સાસુ-સસરા ત્રણેય સાથે મળી ઘરકામ તથા રસોઇ આવડતી નથી કહી અવાર-નવાર મેણાટોણા મારી મારકુટ કરી શારીરિક-માનસીક ત્રાસ આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પરિણીતાના ફરીયાદના આધારે પોલીસે પતિ સહિતના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પીર લાખાસર નજીક દેશી બનાવટની બંદૂક સાથે ઝડપાયો

જીલ્લા એસઓજીના પો.કો.ઇરફાનભાઇ ખીરા તથા સ્ટાફ પીર લાખાસર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે ટીંબડી વાડી વિસ્તારની બુટવાળી ધાર પાસેથી હસન મામદ ખફી નામના શખ્સ પાસેથી દેશી બનાવટની બંદૂક કિ.રૂ.૨૫૦૦ની મળી આવતાં શખ્સની અટક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(1:26 pm IST)