Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

જામનગર : વિક્રમભાઇ માડમે વિધાનસભામાં ખનીજ ચોરી અને સૌની યોજના અંગે પ્રશ્નો ઉઠાવ્યા

જામનગર તા.૮ : જામખંભાળીયા - ભાણવડ વિસ્તારના ધારાસભ્યશ્રી વિક્રમભાઇ માડમ દ્વારા જિલ્લામાંથી ખનીજ ચોરીને લગત બાબતો અંગે અને તાલુકા કક્ષાએ આવેલ તળાવો પૈકી સૌની યોજના હેઠળ તળાવો ભરવા સબંધમાં વિધાનસભામાં વિક્રમભાઇ માડમ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવેલ હતા.

ગત ચોમાસુ સુત્ર દરમિયાન વિધાનસભામાં દેવભૂમી દ્વારકા જિલ્લાના જામખંભાળીયા ભાણવડ વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી (ખાણ ખનીજ) ને પ્રશ્ન પુછી જાણવા માંગેલ હતુ કે તા.૩૧-૧૨-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેવભૂમી દ્વારકા જિલ્લામાંથી ખનીજ ચોરી પેટે કરવામાં આવેલ ખનીજ ચોરીની દંડની કેટલી રકમ વસુલવાની બાકી છે જે પૈકી એક ત્રણ અને પાંચ વર્ષ કરતા વધુ સમયની કેટલી બાકી છે ? ઉપરાંત આવા ઇસમો દંડની રકમ પણ સમયસર નહી ચુકવતા હોવાથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેમની સામે શું પગલા લેવામાં આવેલ છે? ઉપરાંત તા.૩૧-૧૨-૨૦૧૮ની સ્થિતિએ દેવભૂમી દ્વારકા જિલ્લામાં કયા પ્રકારની કેટલી લીઝો આપેલી છે ? તે પૈકી  કેટલા ઇસમોએ એન્વાયરમેન્ટ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવેલ છે ? પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં માનનીય મુખ્યમંત્રીશ્રી (ખાણ ખનીજ) વિભાગ દ્વારા તેમના પ્રત્યુતરમાં જણાવવામાં આવેલ છે કે, દેવભૂમી દ્વારકા જિલ્લાના કુલ ૧૪ લીઝ ધારક વ્યકિતઓનો એન્વાયરમેન્ટ સર્ટી નહી લેવા બદલ જૂદી જૂદી રકમો મળી કુલ ૧૯૧૨૪.૪ લાખનો દંડ કરવામાં આવેલ છે જે રકમ વસુલાતની લાંબી પ્રક્રિયા જેમાં અપીલ, રીવીઝન, કોર્ટ કેસ સહિતની ન્યાયીક પ્રક્રિયા પુર્ણ થયા બાદ વસુલ કરવાની રહે છે.

અન્ય પુછવામાં આવેલ પ્રશ્ન દ્વારા જાણવા માંગેલ હતુ કે દેવભૂમી દ્વારકા જિલ્લામાં તા.૩૧-૧૨-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ જિલ્લામાં કેટલી લીઝો આપેલ છે તે પૈકી કેટલાએ એન્વાયરમેન્ટ સર્ટી મેળવી રજૂ કરેલ છે ? કેટલાયે એન્વાયરમેન્ટ કલીયરન્સ સર્ટી મેળવેલ નથી ? તો સરકારશ્રીએ  આ એન્વાયરમેન્ટ સર્ટી મેળવેલ ન હોય તેવા લીઝ ધારકો વિરૂધ્ધ શું પગલા લેવામાં આવેલ છે ?

પ્રશ્નના પ્રત્યુતરમાં માનનીય મુખ્યમંત્રીશ્રી (ખાણ-ખનીજ) દ્વારા જવાબ આપેલ કે મુખ્ય ખનીજ ૧૫૧, ગૌણ ખનીજ ૧૦૭ લીઝ ધારકોને લીઝ આપેલ છે જે પૈકી મુખ્ય ખનીજ ૪૩ અને ગૌણ ખનીજ ૭૧ લીઝ ધારકો દ્વારા એન્વાયરમેન્ટ સર્ટી રજૂ કરેલ છે. મુખ્ય ખનીજ ૧૦૮ અને ગૌણ ખનીજ ૩૬ લીઝ ધારકો દ્વારા એન્વાયરમેન્ટ સર્ટી મેળવેલ નથી આ તમામને એન્વાયરમેન્ટ સર્ટી નહી મેળવેલ લીઝ ધારકોને ખાણકામ બંધ કરાવવામાં આવેલ છે તેમ વિક્રમભાઇ માડમે પુછેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવેલ હતુ.

(1:24 pm IST)