Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

અમરેલીના નાના માચીયાળામાં અકસ્માતમાં રના મોત

ત્રિપલ સવારી બાઇક અને સામેથી આવતા બાઇક સામસામા અથડાતા અકસ્માત સર્જાયો

અમરેલી તા.૮ : અમરેલી પંથકના નાનામાચિયાળામાં ગત રાત્રીના સાયકલ-મોટર સાયકલ સામ-સામા ધડાકા ભેર અથડાતા સાયકલ ચાલક સહિત બેના મોત નિપજયા હતા બેને ગંભીર ઇજા સાથે રાજકોટ ખસેડયા હતા.

આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના નાનામાચીયાળામાં રહેતા  સરપંચ વિજય ધોહાભાઇ ડાંગરના કાકા પ્રતાપ હાથીભાઇ વરાણીયા ઉ.પર પોતાની સાયકલ લઇગત રાત્રીના પાદરમાંથી પસાર થતા હતા.

ત્યારે સામેથી આવતા મોટરસાયકલ નં. જી.જે.૦૩ જી.બી. ૪૭ર૦ ના ચાલક ત્રિપલ સાવરી વાળા રાજુભાઇ અમરસીંગ (ઉ.૩પ) રે. માલવીયા પીજીકીયા ધડાકાભેર અથડાતા રાજુભાઇનું સાયકલ સવાર હાથીભાઇનું મોત નિપજયું હતું.

જયારે બેને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયની ફરીયાદ પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)