Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

તરઘડીયામાં ૮પ હજાર લીટર ઓઇલ અને બે ટેન્કર સહિત ૬૮ લાખનો માલ સીઝઃ કલેકટરની સુચના બાદ પુરવઠાના દરોડા

DSO ધાંધલ તથા ચીફ સપ્લાય ઇન્સ્પેકટર પરસાણીયાનો સપાટોઃ નમુના લેવાયાઃ રીપોર્ટ બાદ આકરા પગલા...

તરઘડીયામાં પડધરી મામલતદાર અને રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે દરોડો પાડી ૮૪ હજાર લીટર ઓઇલ, ટેન્કરો સીઝ કરી દિધા હતા તે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ૮ :.. રાજકોટની ભાગોળે આવેલા તરઘડીયામાં ઓઇલના નામે સોલવન્ટનો બારોબાર વેપાર ચાલતો હોવાની આશંકા અને મળેલ બાતમી બાદ પડધરી મામલતદારને બાતમી મળી હતી.

આ પછી મામલદારે કલેકટર ડો. રાહૂલ ગુપ્તા અને ડીએસઓ શ્રી ધાંધલને જાણ કરતા કલેકટરની સુચના બાદ ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, હેડ કલાર્ક શ્રી ધ્રુવ, તથા અન્ય ઇન્સ્પેકટરો અને પડધરી મામલતદાર ગત મોડી સાંજે તરઘડીયામાં આવેલ સાગર એન્ટરપ્રાઇઝમાં ત્રાટકયા હતાં.

આ પેઢીના સંચાલક અલ્લારખા સિદાતર હોવાનું બહાર આવ્યું હતું, તેની પુછપરછ કરતા હાજર રહેલ પ્રવાહી ઓઇલ હોવાનું નિવેદન આવ્યું હતું.

પરંતુ પુરવઠા તંત્રને શંકા જથ્થા ૮પ હજાર લીટર ઓઇલ ઉપરાંત અને ત્યાં પડેલા બે ટેન્કર સહિત કુલ ૬૮ લાખનો મુદામાલ સીઝ કરી કલેકટરને રીપોર્ટ કર્યો હતો.

આ પછી કલેકટરે નમુના લેવાની સુચના આપતા, ઇન્સ્પેકટરો દ્વારા ત્યાં પડેલા પીપડામાંથી અલગ અલગ રીતે ઓઇલ જોવા પ્રવાહીના નમૂના લેવાયા હતાં.

પુરવઠાના સુત્રોએ ઉમેર્યુ હતું કે ઓઇલના નામે સોલવન્ટનો ધંધો ચાલતો હોવાની આશંકાએ હાલ બધુ સીઝ કરી દેવાયું છે, નમુના પૃથ્થકરણ માટે મોકલી દેવાયા છે, રીપોર્ટ આવ્યા બાદ કડક પગલા લેવાશે.

(12:12 pm IST)